________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
અધ્યાત્મ મહાવીર છે, તેમ સ્ત્રી અને પુરુષ બન્નેના આત્માએ ભેગા મળીને રવૈયાની પેઠે વર્તવું પડશે અને આત્મધર્મને વલોવીને પ્રગટ કરવો પડશે.
બન્ને બળદ વડે જેમ હળ ચલાવીને ક્ષેત્ર સંસ્કાર કરવો પડે છે અને પછી બીજ વાવવું પડે છે, તેમ સ્ત્રી અને પુરુષ બન્નેએ વૃષભરૂપ બનીને લગ્નરૂપ હળ વડે સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારનાં બીજ વાવવાં પડશે અને તેનાં ફળ લાવવાં પડશે. અતિથિસેવા, કુટુંબપાલન, દેશ, કેમ, સંઘ અને રાજ્યનું રક્ષણ વગેરે તેમણે કરવા પડશે. સંસારમાં સ્ત્રી અને પુરુષનું હૃદય સત્યલગ્નરૂપી હળ વડે ખેડાઈને શુદ્ધ થવું જોઈએ. બંનેએ કર્મયોગી અને જ્ઞાનગી બનવું જોઈએ.
ગૃહસ્થાશ્રમમાં પવિત્ર લગ્ન વડે પતિ અને પત્નીએ વર્તવું જોઈએ અને જેની ઉન્નતિ કરવી જોઈએ. ગ્યનાં એગ્ય વયે, ચોગાની આરાધના માટે લગ્ન છે. પવિત્ર, શુદ્ધ અને સત્ય પ્રેમી જોડાનું એકવાર લગ્ન હોય છે.
નંદિવર્ધન અને સત્યરૂપાનાં ગ્ય લગ્ન થનાર છે. બંનેમાં પરસ્પર અલૌકિક દિવ્ય પ્રેમ છે. તે બને જેન ત્રિ-લગ્નવિધિથી આજ પરણવાનાં છે. જ્ઞાની ગૃહસ્થ બ્રાહ્મણ ગુરુ દ્વારા લગ્નવિધિ થનાર છે. સર્વ મનુષ્ય મારી આજ્ઞા, પ્રતિજ્ઞા, અને નિષ્કામ કર્તવ્યનું પાલન કરવા મુજબ લગ્નવિધિ કરે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ તેમ જ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ તથા દાન, શીલ, તપ, ભાવનારૂપ સત્ય ચેરીમાં લગ્ન કરો, કરો અને કરતાને અનુદો. મારા જૈનધર્મના સામ્રાજ્યમાં જેનોએ મારી આજ્ઞા પ્રમાણે લગ્ન કરવાં.” ગૃહસ્થાશ્રમનું સ્વરૂપ:
લગ્ન થયા બાદ ગૃહસ્થાવાસમાં પ્રવેશ થાય છે. ગૃહસ્થાવાસમાં સ્ત્રી અને પુરુષે નિષ્કામભાવે કર્મો કરવાં. જેઓ કમલેગી બન્યાં નથી તેઓ પતિ-પત્ની થવાને લાયક નથી.
For Private And Personal Use Only