________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
અધ્યાત્મ મહાવીર વસાદિકથી સંતોષવા. ગૃહસ્થ ગુરુઓને યથાશક્તિ દાન આપવું. વર-વધૂએ માતા-પિતા, સાસુ–સસરા, ગૃહસ્થ ગુરુ, ત્યાગી ગુરુ, વૃદ્ધ જન વગેરેને વિવેકવિનયથી પ્રણામ કરવા અને તેમની શિક્ષાઓ શ્રવણ કરવી. જઘન્યથી લગ્નવિધિ કરવી હોય, તે ત્યાગી ગુરુ પ્રતિજ્ઞાના શબ્દો બોલાવી મારી કહેલી આજ્ઞાઓ પાલન કરવા કબૂલાવે અને પછી ગૃહસ્થ બ્રાહ્મણ ગુરુ લગ્ન કરાવે.
સર્વ દેશોમાં, સર્વ ખંડોમાં અને સર્વ દ્વીપમાં મારા ઉપદેશ પ્રમાણે લગ્નવિધિસંસ્કાર કરવો. વધુ અને વરનાં કર્તવ્યને અને શુદ્ધ પ્રેમને બન્નેના હૃદયમાં ગમે તે જીવતી ભાષા દ્વારા સંસ્કાર કરે તે લગ્નસંકાર જાણ. કુંભકાર માટીને રગદોળી, છેવટે અગ્નિમાં નાખી અને તેને પકાવી ઘટ બનાવે છે, ત્યારે તે ઘટ મંગલનાં કાર્યોમાં વપરાય છે અને સ્ત્રીઓના મસ્તક પર ચઢવાને તે શક્તિમાન થાય છે. તેમ વર અને વધુ બનવાની ઈચ્છા ધરનારાઓએ પરસ્પર સત્ય પ્રેમ ધારણ કરે, સ્વાર્થને ભેગ આપ. એકબીજા માટે આત્મભેગ આપવો. એકાત્મરૂપ બની રહેવું. પરસ્પરના કલ્યાણે દુઃખે અને સંકટ સહેવાં. કુટુંબ સંતાનાદિ માટે અનેક દુઃખો સહેવાં. ધર્મ, સમાજ, સંઘ, દેશ, રાજ્યાદિની ઉન્નતિ અને તેના રક્ષણ માટે આત્મગ આપો.
પપકારી કાર્યો માટે આત્મભોગ આપ. નામરૂપના મેહમાં મૂંઝાઈ ન જવું અને વ્યભિચારકર્મથી સર્વથા દૂર રહેવું. સાધુ, સંત, અતિથિ, ઋષિઓ તેમ જ બ્રાહ્મણેને ભેજન, વસ્ત્ર, સ્થાનાદિકનું દાન દેવું અને ધર્મકૃત્ય કરવાં, વગેરે અનેક ગૃહસ્થ ધર્મને
ગ્ય કર્તવ્ય કરવામાં ઘટના પેઠે દુઃખ સહન કરવાં. એમ ઘટે દેખાડીને વધુ અને વરને શિખામણ આપવી. જે તેઓ તે ઘટની પેઠે દુ:ખ સહન કરવા અને કર્તવ્ય કરવા કબૂલ થાય તે લગ્ન કરવાં.
For Private And Personal Use Only