________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નવિધિનું સ્વરૂપ
૧૩૫ મેરુપર્વતને દંડ, એક ક્ષણમાત્રમાં, એક વિચારમાત્રથી કરવા આપ સમર્થ છે. આપ પ્રભુ છે, ઈશ્વર છો. આપ કૃપા કરીને આજ લગ્નપ્રસંગ હોવાથી લગ્નવિધિસંસ્કારનું સ્વરૂપ સમજાવશે.”
પ્રભુ મહાવીરે કહ્યું : “લગ્ન કરનાર વધૂ અને વરને આશીર્વાદ આપવા માટે ગમે તે જીવતી ભાષામાં આશીર્વાદનાં વચને કહેવાં. વધૂ અને વરને લગ્નપ્રસંગે પિતાની ફરજોને, કર્તવ્યને બંધ આપ. વધુ અને વરને લગ્ન ઈષ્ટ છે કે કેમ તેની પૃચ્છા કરવી અને બંને સંપી એકબીજાને વચન આપે.
જૈન દેવ–પરમાત્મા-અરિહંત દેવને દેવ તરીકે કબૂલે, જૈન ગુરુને ગુરુ તરીકે કબૂલે, જૈનધર્મને ધર્મ તરીકે કબૂલે અને પંચમહાજન–સંઘ સમક્ષ તથા પોતાનાં માતાપિતા વગેરે સમક્ષ પરસ્પર લગ્ન કબૂલે, ત્યારે ગૃહસ્થ પંડિત જ્ઞાની બ્રાહ્મણગુરુએ બન્નેનાં લગ્નનાં મંગલગીત ગાવાં કે જેમાં બંનેની ફરજો અને પ્રતિજ્ઞાઓ આવે.
“દેવ, ગુરુ, ધર્મ અને આત્માની આધ્યાત્મિક તથા બાહ્ય સાક્ષીએ લગ્નની ચોરી કરવી. સાસુ વગેરેએ વરને કન્યા આપતી વખતે ઘટ, મત્સ્ય, ત્રાક, ખડ્ઝ, ધનુષ્ય, રવૈયો, હળ, મુશલ વગેરે દ્વારા શિક્ષણાત્મક સૂચનાઓથી વરને નિશ્ચય દઢ કરાવવા અને તે તે શિક્ષાઓને કબૂલે કન્યાનું દાન કરવું.
વધુ અને વર બને જેન બને અને પંચ–સંઘ સમક્ષ, જૈનધર્મને પાળવા પ્રતિજ્ઞા કરે તેમ જ મારી શ્રદ્ધાભક્તિથી મારા વિચારોને માન્ય કરે ત્યારે લગ્ન કરવાં. તેવી પ્રતિજ્ઞાએ કર્યા વિના લગ્ન કરવાં નહીં. મારા બ્રાહ્મણાદિ ભક્તોએ ગુણ-કર્મના સામ્ય તથા મારી શ્રદ્ધાભક્તિ અને તત્ત્વની માન્યતાના સામ્ય વિના કન્યાઓને તથા પુત્રોને પરણાવવાં નહીં.
મારા ગૃહસ્થ ભક્તોએ લગ્ન કરાવનાર ગૃહસ્થ ગુરુને ધન,
For Private And Personal Use Only