________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. લગ્નવિધિનું સ્વરૂપ
ચારે વર્ણ મનુષ્યો અને મહર્ષિઓએ કહ્યું : “પ્રભે વર્ધમાન મહાવીર ! અમે શ્રી નંદિવર્ધનના લગ્નપ્રસંગે ભેગા થયેલા સર્વ વર્ણના મનુષ્ય આપને નમસ્કાર કરીએ છીએ. આપે કૃપા કરીને જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું, તે ઉપરથી અમને ઘણે બોધ મળે. આપ તીર્થંકર છે, ત્રણે ભુવનના સ્વામી છે, પરમાત્મા અને સાક ૨ પરમેશ્વર છે આપ વિશ્વનો ઉદ્ધાર કરનારા છે. આપની શક્તિ અનંત અપાર છે. બુદ્ધિ અને મનની પેલી પાર આપનું નિરાકર પરમાત્માસ્વરૂપ છે. આત્મજ્ઞાન વડે આપને અનુભવ પ્રાપ્ત થાય છે. આપે જન્મસ્નાત્ર પ્રસંગે મેરુપર્વતને પગના અંગૂઠાથી કંપાયમાન કરી દીધો. આપ ધારે તે ક્ષણમાત્રમાં સર્વ yીને કંપાવી દે. બાલ્યાવસ્થામાં બાળકોની સાથે આપ શ્રીમાન ક્રીડા કરતા હતા. તે વખતે મિથ્યાદષ્ટિ દેવે આપના બળની અને પૈયની પરીક્ષા કરવા ચેષ્ટા કરી. તેણે સર્ષનું મહાન રૂપ લીધું. આપે તેને ઝાલી, આકાશમાં ઉછાળી ફેંકી દીધો અને દાવમાં હાર્યો ત્યારે આપે તેના ખભા પર આરોહણ કર્યું. તેણે સેંકડો જનનું મોટું રૂપ કર્યું. તે જાણી આપે તેને મુઠી મારી. તેથી તે મશક જેટલો થઈ ગયે. આવા આપના અનેક ચમકારો ભારતમાં પ્રસિદ્ધ થયા છે. આપે આંધળાઓને દેખતા કર્યા છે, બહેરાઓને સાંભળતા કર્યા છે. આપે સ્પર્શમાત્રથી અનેક રોગીઓના રોગો ટાળ્યા છે. આપ વિચારમાત્રથી સર્વ મનુષ્યનું ભલું કરવા સમર્થ છે. આપની શક્તિઓને પાર પામી શકાય તેમ નથી. પૃથ્વીનું છત્ર અને
For Private And Personal Use Only