________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મનું સ્વરૂપ
૧૩ પ્રેમધર્મ છે. સર્વ પ્રકારના પ્રશસ્ય તીર્થો, જે દેશ, કેમ આદિની ઉન્નતિ કરનાર છે અને આત્માદિની શક્તિઓ ખીલવનાર છે, તેમની સેવા કરવી તે જૈનધર્મ છે.
પ્રશસ્ય, ઉપાગી અને ધર્મ, સંઘ, પ્રજા, રાજ્યની ઉન્નતિ કરનારાં વ્યાખ્યાન કરવાં, પુસ્તક લખવાં અને દેશકાલાનુસાર ધાર્મિક કર્મો કરનારા પુરુષને પ્રકટાવવા પ્રયત્ન કરે તે જૈનધર્મ છે.
મારી શ્રદ્ધાભક્તિથી જૈનધર્મને મનુષ્યમાં પ્રાદુર્ભાવ થાય છે. મારી શ્રદ્ધાભક્તિને જે ગુરુ પાસે સમ્યક્ત્વ વિધિપૂર્વક અંગીકાર છે તે જૈન બને છે. તે જે કંઈ શુભ ઉદ્દેશથી સ્વપરાર્થ કર્મ કરે છે તે જૈનધર્મ છે.
“ જનનું વ્યાવહારિક જીવન તે જૈનધર્મ છે. તેઓના કર્મો માત્ર જનધર્મરૂપ છે.
“ચારે વણ જૈને, કે જે ગૃહસ્થાશ્રમનાં કર્મો કરે છે અને ગૃહસ્થ ગુરુઓ, મહર્ષિઓ, મહાત્માઓ, સાધુએ, ત્યાગી ગુરુઓની સેવા કરે છે અને તેઓને દ્રોહ, હેલના, આશાતના કરનારાઓને યથાગ્ય શિક્ષા કરે છે, તેઓનાં ગ્ય કર્તવ્ય ધર્મરૂપ જાણવાં.
પ્રથમ ગુણસ્થાનકના શુભ વિચારેથી પ્રારંભી ચતુર્દશ ગુણસ્થાનક પર્યન્તની દશાને ધર્મરૂપ જાણવી. શુભ સંકલ્પ ધર્મરૂપ જાણવા. બહિરાત્માઓના શુભ વિચારે અને શુભાચારે તથા અન્તરાત્માના વિચારે, આચાર, પરમાત્માનું જ્ઞાન અને સાકાર દેહે તેમનું કર્તવ્યમાત્ર ધર્મરૂપ જાણવું. આત્માની શુભ પરિણતિ અને શુદ્ધ પરિણતિ એ બે તરતમાગે જૈનધર્મ રૂપ છે.
દયા, સત્ય, મૈગ્યાદિ ચાર ભાવના, બાર ભાવના એ—સર્વ ધર્મરૂપ છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યના સાપેક્ષિક વિચારે અને તેની સાપેક્ષિક પ્રવૃત્તિઓ ધર્મરૂપ છે. શુભ અને સત્ય ધર્મના ઉદ્દેશથી
For Private And Personal Use Only