________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
અધ્યાત્મ મહાવીર
અસ્તેય, બ્રહ્મચર્ય, પ્રામાણિકતા, નીતિ, શુદ્ધ પ્રેમ, સત્ય પ્રેમ, ચાર પ્રકારની નીતિ તે જૈનધર્મ છે.
“સકલ સિદ્ધાન્તો, આગમ, નિગમો વગેરે જે હાલ છે અને ભવિષ્યમાં જે પવિત્ર શાસ્ત્રોને ગણધર, આચાર્યો અને મુનિએ રચશે તે શ્રુત જૈનધર્મ છે. અનેક પ્રકારના બાહ્ય અને અત્યંતર ચારિત્ર પાળવા તે ચારિત્ર જૈનધર્મ છે. સમ્યકત્વ તે જૈનધર્મ છે. જન ગુરુકુલ અને જૈન વિદ્યાપીઠે સ્થાપવા અને તેવું સર્વ પ્રકારનું કર્મ તે જૈનધર્મ છે.
જૈન મંદિરો કરવાં, જૈન રાજ્યની શક્તિ વધારવી અને જનધર્મના સામ્રાજ્યની રક્ષાથે ધર્યયુદ્ધાદિક જે જે ચગ્ય કર્મ કરવાં તે જૈનધર્મ છે.
મારા ભક્ત ગૃહસ્થ જેનેનાં વ્યાવહારિક જીવનકમેં, પરોપકારી સત્કર્મો તેમ જ સવિચાર એ જૈનધર્મ છે. અને ત્યાગીએાનાં વિચારે અને સત્ય પ્રવૃત્તિઓ, કે જે દેશકાલાનુસાર
ગ્ય હોય તે સર્વ જનધર્મરૂપ છે. દેશ, કેમ, સમાજ અને રાજ્યની નીતિપૂર્વક વ્યવસ્થા કરવી અને પ્રજાઓ પર પડતાં દુઃખ અન્યા, જુમે વારવાં તે જૈનધર્મ છે.
“સર્વ પ્રકારનાં શુભ પરોપકારી કર્મો કરવાં તે જૈનધર્મ છે. વિષયવાસનાઓને હદમાં રાખવી, તેના પર સંપૂર્ણ કાબૂ રાખવે અને તેઓને નાશ કરવો તે જનધર્મ છે. સર્વ પ્રકારની પડતીમાંથી મનુષ્યને સર્વ પ્રકારની શુભ ચડતીમાં મૂક્યા તે જૈનધર્મ છે.
“સર્વ પ્રકારના શુભ વિચારમાત્ર જનધર્મ છે. સર્વ પ્રકારના પ્રશસ્ય નીતિરૂપ શુભ કષાયે ધર્મરૂપ છે અને તેઓ વડે જે પ્રવૃત્તિ કરવી તે જનધર્મ છે, અને સર્વ પ્રકારના પ્રશસ્ય નીતિરૂપ કષાયથી સર્વથા મુક્ત થવું તે વીતરાગધર્મ છે. સર્વ પ્રકારનો પ્રશસ્ય પારમાર્થિક પ્રેમ તે પ્રેમધર્મ છે અને તેનાં કર્મ પણ
For Private And Personal Use Only