________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
અધ્યાત્મ મહાવીર મદિરા અને માંસમાં દેષ માનનારા પરંતુ અવિરત અને મારા પર પૂર્ણ શ્રદ્ધાવાળા મનુષ્યોથી આરંભીને ઠેઠ અપ્રમત્ત દશાવાળા ચોગી મહાત્માઓ સુધીના મનુષ્ય જેને તરીકે ચતુવિધ સંઘની વ્યવસ્થામાં ગોઠવાઈને રહેશે અને તેઓ તરતમગે તરતમ સદુગતિને પામી આન્નતિ કરશે.
મારા જૈન ધર્મના સામ્રાજ્યમાં સર્વ દર્શને, કે જે એકેક દષ્ટિએ પ્રગટેલ છે તથા પ્રગટશે, તેઓને સ્વાદુવાદદષ્ટિએ સમન્વય કરી સમાવેશ કરવામાં આવશે. તેવી એકેક દષ્ટિવાળાઓ પણ મારું શરણું અંગીકાર કરી, મારા શુદ્ધાત્મ પરબ્રહ્મપદમાં વિરામ પામશે. મારું શરણ અંગીકાર કરનારા અને મારું નામ ભજનારા અનેક નામના ત્યાગીએ, સંન્યાસીએ, યેગીએ, પરિ. ત્રાજકે, હંસ, પરમહંસ, કુટીચરે, મુનિઓ, ક્ષમાશ્રમ, સંયતે, સાધુઓ મારા પદને પામશે. મારા સદુજ્ઞાનના આનંદસ્વરૂપમાં લીન થનારા અને જનધર્મને પ્રચાર કરનારા ત્યાગી સાધુઓ. વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો કરીને, નિર્લેપ રહી આત્મશુદ્ધિ પદને પામશે.
ત્યાગી મહાત્માએ પિતાના સદ્ગુણે અને પરોપકારી કર્મોની તરતમતાએ તરત મને વિશ્વમાં મનુષ્યનું કલ્યાણ કરી શકશે. ગૃહસ્થોએ ત્યાગી મહાત્માઓને દાન દેવું અને તેઓનું અપમાન ન કરવું. “નમો વીરાય” કહીને ગૃહસ્થાએ જ્યાં ત્યાં ત્યાગી મહાત્માને દેખી નમસ્કાર કરવા અને ત્યાગી મહાત્માની પાસે જઈ પ્રણામ કરવા. પિતાને ઘેર ત્યાગી મુનિગુરુ પધારે તે પૂર્ણ પ્રેમથી સેવા કરવી. ત્યાગી મહાત્માઓ, કે જે ખાસ મારા ભકતે છે, તેઓની યાત્રા કરવી. નદી, પર્વત, ગ્રામ વગેરે સ્થળે આશ્રમમાં રહેનારા અને જૈન ધર્મનાં શાસ્ત્રોનો અભ્યાસ કરનારા. ત્યાગીઓની યાત્રા કરવી અને તેઓની સર્વ પ્રકારની સેવા ઉઠાવવી. મારું નામ ભજનારા ત્યાગીને દાન આપીને ગૃહસ્થ ભજન કરવું.'
For Private And Personal Use Only