________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'માનવ કતવ્ય
૧૨૩ કેટલાક પર્વતની ગુફાઓમાં, કેટલાક પર્વતનાં શિખરો પર, કેટલાક સમુદ્રકાંઠે, કેટલાક પવિત્ર વૃક્ષોના તળે, કેટલાક ઉદ્યાનમાં, કેટલાક નગરમાં કે મંદિરોમાં વસે છે અને હૃદય શુદ્ધ કરવા મારી ઉપાસના કરે છે કે ધ્યાન ધરે છે.
કેટલાક ભાગીઓ વ્યાખ્યાન આપે છે. કેટલાક ત્યાગીઓ સર્વત્ર વિશ્વમાં જૈન ગુરુકુલે સ્થાપન કરે છે. કેટલાક ત્યાગી માગીને ખાય છે. કેટલાક ગૃહસ્થને ઘેર વા પિતાના સ્થાનમાં મંગાવીને ભોજન કરે છે. કેટલાક મહાત્માઓ ફલાદિકનું ભક્ષણ કરે છે. કેટલાક પકાવીને ખાય છે.
કેટલાક ત્યાગીઓ પાદવિહારી હોય છે અને કેટલાક યાન–વિમાનવિહારી હોય છે. એમ અનેક પ્રકારે મારા ત્યાગીમહાત્માઓ હોય છે. તેઓ ત્રિગુણાતીત તથા ગુણધામ એવા મારા સ્વરૂપ સમાન સ્વામાની શુદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. જે મહાત્મા જે દશામાં રહીને આત્મશુદ્ધિ કરતા હોય અને જૈનધર્મને પ્રચાર કરતા હોય તેઓને તે દશા યોગ્ય છે મારા ત્યાગીએ ભક્ત મહાત્માઓ, સાધુઓ ભિન્ન ભિન્ન આચાર દશામાં પ્રવર્તતા હોવાથી દરેકને એકસરખા વ્રત, નિયમાદિકનું પ્રતિબંધન નથી. મારા શુદ્ધ પ્રેમમાં મસ્ત થયેલાએ ગમે તે વ્રત કરે વા નિયમ કરે, પરંતુ તેઓ દેહ અને નામની મમતાનો લય કરીને મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
મારું સ્વરૂપ એટલે શુદ્ધાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવામાં જેઓ પૂર્ણ રાગી અને પૂર્ણ પ્રેમી છે તે જ ત્યાગીઓ જાણવા. કેટલાક ત્યાગીઓ તમોગુણ હોય છે, કેટલાક રજોગુણી હેય છે અને કેટલાક સવગુણ હોય છે. તમોગુણમાંથી રજોગુણમાં અને રજોગુણમાંથી સત્ત્વગુણમાં અવાય છે.
ત્યાગીઓને દાન અને સ્થાન આપવું તેમ જ તેમના રક્ષણ માટે આત્મભોગ આપ, એવું ગહસ્થોનું કર્તવ્ય છે.
For Private And Personal Use Only