________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
અધ્યાત્મ મહાવીર ત્યાગીએ છે. મારા માટે જે સર્વ પ્રિય જડ વસ્તુઓની મમતાને ત્યાગ કરે છે તે ત્યાગીઓ છે.
“અમુક વેષ, અમુક કિયાચારથી સાધુઓ, ત્યાગીએ અપ્રતિબદ્ધ રહે છે. તેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ઓળખીને જે ચોગ્ય લાગે છે તે કરે છે. તેઓ મને સર્વસ્વ અર્પણ કરીને વર્તે છે.
કેટલાક ત્યાગીઓ નગ્ન રહે છે અને ટાઢ, તાપ, સહન કરે છે, તે જિનકલ્પી નિવૃત્તિ એગીએ જાણવા. કેટલાક એગ્ય વસ્ત્રો ધારણ કરે છે અને નિયમ પ્રમાણે આહારાદિકનું ગ્રહણ કરે છે. તે ગુરુશિષ્યના વ્યવહારથી જૈનધર્મને બેધ આપે છે અને મારું ધ્યાન, જ્ઞાન કરે છે. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે જેમપિતાને ગ્ય લાગે છે તેમ વર્તે છે. તેઓ ગૃહસ્થની પાસે કે ગામ, નગરની બહાર વસે છે. તેઓ અમુક વેષ વા કિયાથી બંધાતા નથી. ગુરુ પાસે વસી જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરે છે.
“તે સર્વ ખંડે અને દ્વિીપમાં અનેક વ્યવસ્થાઓથી ફરે છે. તેઓ સ્થવિરકલ્પી છે. નગ્ન રહેવું વા વસ્ત્રધારી રહેવું, તેમાં કાંઈ વિશેષ નથી. જેને પિતાની દશા પ્રમાણે ગ્ય લાગે છે તેમ વર્તે છે, અને મારું ધ્યાન કરે છે,
“કેટલાક ત્યાગી મહાત્માઓ ગૃહસ્થની ઉન્નતિ કરે છે અને આશ્રમ બાંધીને રહે છે. તેઓ ગુરુકુલ સ્થાપીને જૈનધર્મ અને તેના તત્ત્વજ્ઞાનને પ્રચાર કરે છે.
“પુરુષની પેઠે સ્ત્રીએ પણ ત્યાગી બને છે અને તેએા. જ્ઞાન, ભક્તિ, કમંગ અને ઉપાસના રોગમાંથી ગમે તે રોગ વડે મારા શુદ્ધ સ્વરૂપને પામે છે, યાને પિતાના આત્માને શુદ્ધ કરી તેને પરમાત્મા બનાવે છે. મારા ભક્ત ત્યાગીએ કેટલાક ગંગા, નર્મદા, યમુના આદિ નદીના કાંઠે વસે છે, જલસ્નાનકરે છે અને આત્મસમાધિ કરે છે.
For Private And Personal Use Only