________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ કર્તવ્ય
૧૨૧ મારું શુદ્ધ પદ યાને મુક્તિપદ પામે છે. ચારે વર્ણના મનુષ્ય જેનો બનીને સર્વથા પ્રકારે મને પ્રાપ્ત કરે છે.” ત્યાગધર્મ :
ગૃહસ્થ મનુષ્યએ કહ્યું: “વીર પ્રભે! તમને વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ. આપે ચારે વર્ણના ગુણકર્મોનું સ્વરૂપ દર્શાવ્યું. તે યથાર્થ સત્ય છે. બ્રાહ્મણના ગુણકર્મો એ બ્રાહ્મણને ધર્મ છે, વ્યવહારે ક્ષત્રિયના ગુણ તે ક્ષત્રિયનો ધર્મ છે, વિશ્વના ગુણકર્મો તે વૈશ્યનો ધર્મ છે અને સેવકના ગુણકર્મો તે શદ્રને ધર્મ છે.
ગૃહસ્થદશામાં ગૃહસ્થ ધર્મમાં રહીને આપના જૈન ભક્તો તરીકે અમે વતીશું અને આપના ભક્ત તરીકે ઓળખાવા જિનેપવીત, તિલક વગેરે જે ચોગ્ય લાગશે તે જેન ચિહ્ન તરીકે ધારણ કરીશું. કૃપા કરીને ત્યાગીઓના ધર્મનું સ્વરૂપ વર્ણવશે.”
પ્રભુ મહાવીરે કહ્યું: “ગૃહસ્થ મનુષ્યાત્માઓ! શ્રવણ કરે. ત્યાગી સાધુઓ અનેક પ્રકારના, બાહ્ય તથા અન્તર ભેદે, હાય છે અને તેઓ સર્વે મારા હૃદયરૂપ-આત્મારૂપ છે.
“ગૃહસ્થોએ ત્યાગીઓની સેવા કરવી. મારા સ્વરૂપમાં તલ્લીન બનેલા જ્ઞાની અને મસ્ત ત્યાગીઓને મારારૂપ ગણીને તેઓની સેવા ઉઠાવવામાં ગૃહસ્થ જૈનોએ આત્મભેગ આપો, પણ ગૃહસ્થદશામાં જ્યાં સુધી રહેવાનું હોય ત્યાં સુધી ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું નહીં. ગૃહસ્થો પણ મુક્તિ પામે છે અને ત્યાગીઓ પણ મુક્તિ પામે છે.
“જૈનધર્મને ફેલાવો કરનારા ત્યાગી જૈનોએ સર્વ વિશ્વમાં જ્યાં ત્યાં ફરવું અને યોગ્ય જનેને અધિકાર પ્રમાણે ઉપદેશ દે.
વેષ, આચાર અને જ્ઞાનના ભેદે ત્યાગીએ અનેક પ્રકારના હોય છે. કામાદિ વાસનાઓને ત્યાગ જેઓને થયે છે તેઓ મેટા
For Private And Personal Use Only