________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
અધ્યાત્મ મહાવીર તે સેવકે છે. પિંડમાં અને બ્રહ્માંડમાં, વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં સર્વત્ર સર્વદા પાદની પ્રથમ પૂજા થાય છે. તે પ્રમાણે સર્વ પ્રકારના વર્ગોમાં સેવકેની પ્રથમ પૂજા થાય છે. વિદ્યાદિ સર્વ પ્રકારની વિદ્યાઓના વિદ્વાનો જ્યાં સેવકપણાનું કામ કરે છે તે દેશની પ્રજા સર્વ પ્રકારની ઉન્નતિ પામી શકે છે. સેવા કરનારાં પર અને સ્ત્રીઓ સેવકપણાનાં કર્મો કરીને છેવટે મારા પદને પ્રાપ્ત કરે છે.
“મુખ્ય-ગૌણ વિમાગથી સર્વ મનુષે બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈિશ્ય અને શુદ્રો છે. કલિયુગમાં મનુષ્ય વિચાર અને જ્ઞાનની દષ્ટિએ બ્રાહ્મણ બને છે, ક્ષાત્રબળની દષ્ટિએ ક્ષત્રિય બને છે, વૈશ્યને ગ્ય. ગુણકમની દષ્ટિએ વૈશ્ય બને છે અને સેવકના કર્તવ્યની દષ્ટિએ તે જ સ્વ માટે અને પર માટે શૂદ્ર ગણાય છે.
વિશ્વ અને સમાજની વ્યવસ્થા માટે બ્રાહ્મણાદિ ચાર વર્ણની ગુણકર્મ વિભાગે વ્યવસ્થા છે. શૂદ્રગે આત્મોન્નતિના હેતુઓનું અવલંબન કરવું. બાહ્ય શૌચથી તથા આંતરગુણે પ્રગટાવીને તેણે પવિત્ર રહેવું. શદ્રો જાગ્રત થાઓ અને તમારી શક્તિઓ ખીલવે. સેવકે ! સમાજની નિષ્કામભાવે સેવા કરે. તમે મારા પગ છે. વિશ્વ અને સમાજનો તમારી સેવા પર આધાર છે. તમારી અવનતિમાં અન્ય મનુષ્યની અવનતિ છે. સેવા, નેકરી કરીને આજીવિકા ચલાવનારા જેટલા મનુષ્ય છે તે શૂદ્રો છે. શુદ્રો જે અજ્ઞાની રહે તે વિશ્વ અને સમાજની પડતી થાય છે. સર્વ મનુષ્ય એકસરખા સમાન છે. સેવા કરવામાં નોચપણું કદી સમજવું નહીં. જે એ દેશદ્રોહી, ધર્મદ્રોહી અને મારા વિચારોના દ્રોહી છે તેમ જ જે મારા વિચારોને ધિક્કારે છે તે નીચ છે, અર્થાત્ મહિના પાશમાં સપડાયેલા છે. તેઓની નીચતાને નાશ થાય તેવા ઉપાયે મારા ભક્તોએ આદરવા, પરંતુ તેઓના આત્માઓને ધિક્કારવા નહીં.
મનુષ્યમાત્રની ઉન્નતિ માટે જેઓ શ્રેયપ્રવૃત્તિ કરે છે તેવા સેવકો તે શદ્રવર્ગ તરીકે જાણવા. મારા ભક્તો, કે જેઓ
For Private And Personal Use Only