________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ કર્તવ્ય
૧૧૯
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર તરીકે છે અને જેઓ મારું ગામ કરી મારી આજ્ઞાઓને શીર્ષ પર ઉઠાવે છે, તેઓ જૈનો તરીકે જાણવા. મારા ભક્ત જૈનો ગમે તે વર્ણ તરીકે હોય તે પણ તેઓ મારી ભક્તિથી મરણ પછી મને પ્રાપ્ત કરે છે. મનુષ્યમાત્રમાં અને જીવમાત્રમાં વીરરૂપે મને દેખીને પરસ્પર એકબીજાને “વીર' એ શબ્દ બેલી નમસ્કાર કરે.
“મનુષ્ય ! વિશ્વમાં આત્મશક્તિ મેળવ્યાથી તમારું અસ્તિત્વ રહેનાર છે. આ વિશ્વમાં સબળ મનુષ્ય જીવી શકે છે અને નબળા જીવી શકતા નથી. જે વર્ણના લેકે સ્વકર્તવ્યમાં પ્રમાદી બને છે તેઓનો સહસ્ત્રધા વિનિપાત થાય છે. મનુષ્યો ! સર્વ પ્રકારની કલાના શિક્ષણથી ઉસ્તાદ બને અને તમારા જીવનના હકે જાળવી રાખે. મારા ભક્તો મારી જ્ઞાનાદિ કલાઓનું શિક્ષણ લઈને, દુષ્ટ પ્રજાઓને કાબૂમાં રાખી વિશ્વશાંતિ જાળવી શકે છે. મનુષ્ય ! તમે ગમે તે ખંડમાં અને ગમે તે દેશમાં જન્મ્યા છે, તે પણ સર્વ એક છે. તમારા આત્માઓ સત્તાએ એકસરખા છે. તેથી એકબીજાના દુઃખમાં ભાગ લે અને ધર્મભેદમાં વાસ્તવિક રહેલી એકતા દેખે. મનુષ્યો ! ધર્મના નામે વાડા વાળીને પરસ્પર મનુષ્યને ધિક્કારે નહીં. સર્વ જાતના ભિન્ન ભિન્ન વિચારો અને આચારેને માનનારા પરંતુ હૃદયમાં પરમાત્મા એવા મને ધારણ કરનારા સર્વ મનુષ્ય છેવટે અનેક રીતે, અનેક માર્ગે મને પ્રાપ્ત કરે છે અને મોક્ષપદ પામે છે.
મનુ ! તમે એકબીજાની સહાય કરો. પરસ્પર એકબીજાનાં અશ્રુઓ લુછે. તમે જેવી કરશું કરશે તેવું ફલ પામશે. માટે સાવચેત બની પુણ્યનાં કાર્યો કરો અને પાપનાં કાર્યોને ત્યાગ કરો. પ્રત્યેક મનુષ્યને સભ્યતાથી મળે અને સભ્યતાથી તેની સાથે વાર્તાલાપ કરો.
જેઓ મને પરમાત્મા તરીકે ન માનનારા હોય અને
For Private And Personal Use Only