________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
અધ્યાત્મ મહાવીર વૈએ લક્ષમીને સદુપયોગ કરવા, પરંતુ અનીતિમાર્ગમાં લક્ષ્મીનો દુરુપયોગ ન કરે.
વિએ પશુઓનું અને પંખીઓનું રક્ષણ કરવું. તેમણે ગાય, ભેંસ વગેરે પ્રાણીઓની સેવા–રક્ષા કરવી અને તેઓને નાશ થતો અટકાવે. વિએ વૈશ્યધર્મને ઉન્નતિ પર મૂકવા માટે સર્વ બાબતેની હુનરકલા પર લક્ષ રાખવું. પરદેશમાંથી પણ જે કંઈ સત્ય કલાજ્ઞાન હોય તેનું શિક્ષણ લેવું. તેમણે અતિથિઓની સેવા કરવી, ગરીબ, દીન, દુઃખી અને રેગીઓની સેવા કરવી. પરદેશ સાથે વ્યાપારોના સંબંધ જોડવા.
દેશકાલાનુસાર ઉત્સર્ગ અને આ પદ્ધ અવલંબી તેમણે વ્યાપારાદિ કર્મ કરવાં. વ્યાપાર, કૃષિકર્મ અને કલા આદિની દેશકાલાનુસારે વ્યવસ્થા કરવી. વ્યાપાર વગેરેમાં અનીતિને ત્યાગ કરો અને દેશ, કોમ, રાજ્ય, સંઘ, પ્રજા વગેરેની ઉન્નતિ થાય એવા વ્યાપાર વગેરેના માર્ગે જવા. રાજ્ય-દેશાદિક કર્મોમાં આત્મભેગ આપો. વ્યાપારાદિ નીતિઓની દેશકાલાનુસાર ચેજના કરવી અને પરિસ્થિતિ મુજબ તેમાં પરિવર્તન પણ કરવાં. મજશેખને આધીન ન થવું. ધમ્મ યુદ્ધાદિ વડે જૈનોના સંઘોનું સર્વ દેશમાં રક્ષણ કરવું. બાહ્યથી ગમે તે ધંધો કરવા છતાં શુદ્ધ બુદ્ધિ રાખવી. મારા ભક્તોએ વૈશ્યક કરતાં અન્તરમાં નિર્લેપ રહેવું અને મને સર્વસ્વનું અર્પણ કરવું, જેથી મારા ભક્તોને અહંવ-મમત્વની વાસનાઓને લેપ ન થાય.
મારા વૈશ્ય ભક્તોએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને શુદ્રોની ઉન્નતિ માટે ગુરુકુ વગેરે સ્થાપવાં. સવ વર્ણની ઉન્નતિમાં વૈશ્યવર્ગની ઉન્નતિ છે એમ માની દેશકાલાનુસારે સર્વ કર્તા વ્યકર્મો કરવાં. દેશકાલાનુસારે પ્રવર્તતી જીવતી સર્વ ભાષાઓનું અને સર્વ વિઘ એનું અધ્યયન કરવું. વ્યાપારાદિની પરતંત્રતા ન થાય એવી શક્તિઓ સદા કાળ સાચવી રાખવી અને તે માટે ક્ષાત્રવર્ગો ધમ્મ યુદ્ધથી
For Private And Personal Use Only