________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ કર્તવ્ય
૧૧૫
સ્વતંત્રતા જાળવવી. મારા ભક્તો મારા ઉપદેશ પ્રમાણે વર્તશે તો તેઓ ભવિષ્યમાં શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ પામશે છે.
“વૈશ્યએ દુર્વ્યસન, દુરાચરણ, કુટેવ, હાનિકારક રૂઢિથી દૂર રહેવું. જ્યાં ત્યાં મારા ઉપદેશનું સ્મરણ કરવું અને પ્રાણાન્ત પણ અન્ય દુર્મતિજનોના ફસાવ્યાથી મારા ઉપદેશમાં શંકા કરવી નહીં. મારા વિચારોમાં, ઉપદેશમાં, તમાં, ધર્મમાં જેઓ શંકાઓ કરે છે તેઓ મરે છે અને ભવિષ્યમાં તેમની વંશપરંપરા પણ જીવતી છતી મૃતક સમાન બને છે.
“સાચા દિલથી વૈશ્યએ કર્મ કરવાં અને વિશ્વોન્નતિ માટે આત્મભેગ આપ. વૈોએ વિશ્વધર્મમાં તુચ્છતા માનવી નહીં.
જ્યાં સુધી ગૃહસ્થાવાસમાં રહેવાનું હોય ત્યાં સુધી ગૃહસ્થ વૈશ્યધર્મ પ્રમાણે વર્તવું અને દેશકાલાનુસાર શુભ પરિવર્તનથી અન્ય દેશીય પ્રજાઓ કરતાં સર્વ બાબતોમાં અગ્રગામી રહેવું. ન્યાય અને સત્ય એ મારું આન્તરિક રૂપ છે, માટે તેથી દૂર અંશમાત્ર પણ ન જવું.' બ્રાહ્મણ કર્તવ્ય :
બ્રાહ્મણ સંઘે કહ્યું: “વીર પ્રભેઆપને વંદન નમન હો! નંદિવર્ધનના લગ્ન પ્રસંગે આપે ક્ષાત્રવર્ગ અને વૈશ્યવને સમ્યગુ બોધ આપે, તેથી અત્યંત આનંદ થયે છે. વેદનું સર્વસારમય પ્રવચન આપના મુખથી પ્રકાશિત થયું છે. આપનાં વચન તે હવેથી પવિત્ર સત્ય શાસ્ત્ર ગણાશે. બ્રાહ્મણનાં કર્તવ્ય કૃપા કરીને પ્રકાશશે.”
મહાવીર પ્રભુએ કહ્યું: “બ્રાહ્મણ સંઘ! પંડિત સંઘ! તમારો ઉદય સર્વ વિદ્યાશાના અધ્યયનથી તથા પવિત્ર વિચારાચારથી છે. સાત્તિવક બુદ્ધિ અને સાત્વિક કર્મ હોય છે, ત્યાં સુધી તે બ્રાહ્મણત્વને પાત્ર છે. જૈનશાસ્ત્રોના અભ્યાસથી બ્રાહ્મણે ગુણકર્મથી ઉન્નતિ પામે છે. જે સર્વ જીવોમાં આત્મભાવને દેખે છે, સર્વ મનુષ્યોને
For Private And Personal Use Only