________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
અધ્યાત્મ મહાવીર
પિતાનાં બાળકે અને બાલિકાઓને સર્વ કલાનું શિક્ષણ આપવું. ક્ષત્રિયોએ સર્વ મનુષ્યને નમસ્કાર કરવા, અને સર્વ મનુષ્યના નમસ્કારને નમસ્કાર કરી ઝીલવા. ક્ષત્રિએ પિતાનાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપવું અને તેમને બળવાન બનાવવા પ્રયત્ન કરે. ક્ષત્રિયોએ કર્મયાગી બનવું અને ગૃહસ્થાવાસમાં ક્ષાત્રધર્મ બજાવતાં પોતાની ફરજથી ભ્રષ્ટ ન બનવું. તેમણે ગરીબ અને અશકતોનું વિશેષતઃ રક્ષણ કરવું અને પોતાની સત્તાને સાચવી રાખવી.
ક્ષત્રિએ વ્યસની, કેફી, જુગારી ન બનવું. તેમણે મિથ્યા વહેમ વગેરેને માન ન આપવું, પરંતુ જ્ઞાનીઓ, બ્રાહ્મણ અને ત્યાગીઓનું માન જાળવવું. ક્ષત્રિએ દરરોજ મલ્લયુદ્ધાદિ કસરત કરવી અને મોજશોખ તથા નકામા ખર્ચ ન કરવા. તેમણે આવક પ્રમાણે વ્યય કરે. કેઈની સાથે ઉદ્ધતાઈ કરવી નહીં. પશુઓનું અને પંખીઓનું રક્ષણ કરવું અને મારા નામસ્મરણપૂર્વક ધર્મયુદ્ધમાં ઝુકાવવું.
“રાજપુત્રો અને ક્ષત્રિઓએ રાજા અન્યાયી હોય તે તેને ઉઠાડી ન્યાયી રાજા સ્થાપન કરે. રાજાની જ સત્તા રાજ્યમાં ન પ્રવર્તે, પણ રાજા અને પ્રજાની ઉભયની સત્તા પ્રવર્તે એવી રીતે રાજ્યતુલાનું રક્ષણ કરવું. ક્ષત્રિયોએ રાજાનું અને પ્રજાનું રાજ્યમાં સમાન જેર રાખવું, અને સર્વ પ્રકારના અન્યાયને વાળવા માટે આત્મભેગ આપો. રાજ્યનું, પૃથ્વીનું રક્ષણ કરનારા ક્ષત્રિય છે. ક્ષત્રિએ સર્વ પૃથ્વીમાં ફરી સૈનિક અને રાજદ્વારી અનુભવ મેળવો અને પ્રજાઓનું રક્ષણ કરવું. ક્ષત્રિઓએ મદિરા વગેરે અપેયનું પાન ન કરવું, અભક્ષ્ય ભક્ષણ ન કરવું અને નિવય કદાપિ ન બનવું.
ક્ષત્રિયોએ અનેક ભાષાઓનું અને અનેક શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું. મારા પ્રિય ભક્ત બનેલા ક્ષત્રિયોની અને રાજકુમારની
For Private And Personal Use Only