________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનવ કર્તવ્ય
૧૧૧
મરનારા સ્વર્ગ પામે છે અને જીતનારા રાજ્ય તેમ જ કીતિ પામે છે, પરંતુ ધર્મે યુદ્ધમાંથી પાછા હઠનારા જીવતાં મરે છે. રાજકુમારોએ ખુશામતિયાઓના તાબે ન થવું અને સત્ય કહેનારાઓને ચાહવું.” ક્ષાત્રકર્તવ્ય:
“દેશાભિમાન ધારણ કરીને રાજકુમારોએ દેશનું રક્ષણ કરવું. આર્ય રાજકુમાર ! પરસ્પર સંપીને વર્તવાથી આર્ય લોકોની ઉન્નતિ થશે. રાજકુમારએ અન્ય ખંડમાં પરિભ્રમણ કરી અનેક પ્રકારના અનુભવો મેળવવા. તેમણે નીચ કે પર વિશ્વાસ મૂકવો નહીં, દુષ્ટ પાપીઓનું દમન કરવું, અન્યાયીઓને દંડવા અને ધમએનું રક્ષણ કરવું. રાજકુમારોએ પ્રમાદી ન બનવું અને સત્તાના તારમાં અન્યાય-અધર્મ ન કરો. રાજકુમારોએ વ્યસની સ્વાથી અને લંપટ મિત્રો કરવા નહીં. તેમણે કેઈના પૂર્ણ વિશ્વાસી એકદમ ન બની જવું. રાજકુમારોએ વ્યભિચાર, અસત્ય, ચેરી વગેરે પાપથી દૂર રહેવું અને સત્ય, પ્રેમ, દયા, ભ્રાતૃભાવ વગેરે ગુણોને પ્રાપ્ત કરવા. રાજકુમાર રાજ્ય વગેરેની ઉન્નતિ અને અવનતિના ઉપાયે જાણવા. રાજકુમારોએ જુલમી, દુષ્ટ રાજાઓનાં આક્રમણને હઠાવવા સદા અપ્રમત થઈ કાર્ય કરવું. ક્ષત્રિયેના ગુણકર્મથી ક્ષત્રિયે રાજ્યનું, લક્ષમીનું અને વિદ્યાનું રક્ષણ કરી શકે છે.
પૃથ્વીનું, દેશનું, રાજ્યનું, સંઘનું અને ધર્મનું રક્ષણ કરનારા જે છે તે ક્ષત્રિએ જાણવા. ક્ષત્રિ અને રાજકુમારો મારા ઉપદેશ પ્રમાણે પ્રવર્તશે તે તેઓ મરીને સ્વર્ગ પ્રાપ્ત કરી શકશે. ક્ષત્રિય અને રાજકુમારોએ મારા કહેવા પ્રમાણે ધર્મ પાળ અને અન્ય પાસે સ્વાધિકારે પળાવવો. ક્ષત્રિએ અને રાજકુમા
એ સદા સર્વત્ર શસ્તબદ્ધ રહેવું, અને સશસ્ત્ર સર્વત્ર ફરવું તથા મરવાથી કદાપિ ન ડરવું. ક્ષત્રિએ સ્વાશ્રયી રહેવું અને
For Private And Personal Use Only