________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
અધ્યાત્મ મહાવીર રાજકુમારે સ્વદેશ, કેમ, રાજ્ય, સંઘની સર્વથા પ્રકારે ઉન્નતિ કરે છે.
જેઓ નાસ્તિક છે અને અન્યાય કરવામાં આસક્ત છે તેઓને રાજા થવાને અધિકાર નથી. જેઓ સુખ ભેગવવાની લાલચમાં પડી મેહથી રાજા થવાને ઇચ્છે છે અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનું સર્વસ્વ ભક્ષણ કરવા ધારે છે તેઓને કદાપિ રાજા બનાવવા નહીં. અજ્ઞાની, મહી, વ્યસની, દુર્ગુણ, અન્યાયી કૂર, નિર્દય, વૈરી, સ્વાથ, અહંકારી, અધમ, અનીતિમાન રાજકુમાર કદાપિ રાજા બને તે પણ તે દેશ, કેમ, ૨ જ્ય, પ્રજા, સંઘ, ધર્મનો નાશ કરી નાખે છે. તેનાથી પ્રજાને ઘણું નુકસાન થાય છે. માટે તેવાને બ્રાહ્મણદિ સંઘે રાજગાદીથી પદભ્રષ્ટ કરો અને તેને સ્થાને અન્યને સ્થાપન કરવો. જે બ્રાહ્મણન, ત્યાગીએને, ધમઓને ઠેષ કરે છે તેને રાજગાદી ન આપવી.
“સાધુઓ, બ્રાહ્મણ, ગાય, કન્યાઓ, સ્ત્રીઓના રક્ષણ માટે રાજકુમારો પોતાના પ્રાણનું અર્પણ કરે છે. તેઓ ધર્મયુદ્ધને પસંદ કરે છે, પણ તેવા પ્રસંગે જીવવું ઇચ્છતા નથી. સર્વ પ્રકારની સામ, દામ, દંડ અને ભેદની નીતિઓનું જે જ્ઞાન કરે છે અને જમાને ઓળખે છે તે રાજકુમારે પ્રજાના પ્રિય થઈ પડે છે.
“રાજકુમારએ અનેક ભાષાઓનું અને અનેક દેશના રાજ્યવહીવટનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તેમણે અનેક દેશમાં મુસાફરી કરવી તથા અનેક પ્રધાને પાસેથી સર્વ પ્રકારનું રાજકીય શિક્ષણ મેળવવું. રાજકુમારએ મહાત્માએને નમવું, ધર્મગુરુઓને પગે લાગવું, માતાપિતાને વિનય કરવો તથા રાજ્યલેભ વિના રાજ્ય કરવાની પ્રવૃત્તિ સેવવી. રાજકુમારોએ દેશકાલને અનુસરી યુદ્ધવિષયક કેળવણું લેવી અને પોતાની આજુબાજુના મનુષ્યની પરીક્ષા કરવી. રાજકુમારેએ ઉડાઉ ખર્ચ ન કરવા અને સ્વાશ્રયી બનવું. રાજકુમારેએ ધમ્મ યુદ્ધમાંથી પાછા ન હઠવું. ધમ્મસુદ્ધમાં
For Private And Personal Use Only