________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
અધ્યાત્મ મહાવીર પૂર્વભવેથી તેમની સાથે સંબંધ રાખે છે. આપણે ત્યાં ઈશ્વરાવતાર, કે જે મહાનમાં મહાન છે તે, પરિપૂર્ણ સત્યને પ્રકાશ કરવા જમ્યા છે.
વિશ્વમાં સ્ત્રીવર્ગની નીચતા કેટલાક કાળથી મનાઈ ગઈ છે. તેને તેઓ પરિહાર કરશે. અને ધર્મ પુસ્તકમાં જે મિશ્રતા. થઈ છે તેનું નિવારણ કરશે. તેમના નામે પૂર્ણ બ્રહ્મ તરીકે ધર્મને પ્રકાશ થશે, એમ મહર્ષિઓએ અને ઈન્દ્રોએ પ્રકાણ્યું છે. એમનામાં અનંત શક્તિ છે. શરીરની અપેક્ષાએ તેઓ સાકાર પરબ્રહ્મ છે અને શુદ્ધાત્મદષ્ટિએ નિરાકાર પરબ્રહ્મ પરમેશ્વર છે. તેઓ ત્રિજ્ઞાની છે. આપણાં ભાગ્ય પૂર્ણ ફળ્યાં કે જેથી આપણે ઘેર તેઓ જમ્યા.”
શ્રી ત્રિશલા માતા અને વીર પ્રભુને વાર્તાલાપ
ત્રિશલા માતા: “વર્ધમાન ! અલ્પ દિવસોમાં નંદિવર્ધનનાં મૈથિલ દેશના જનક વૈદેહી રાજાની પુત્રી સત્યરૂપા સાથે લગ્ન થનાર છે. તે પ્રસંગે સર્વ દેશના રાજાઓ અને રાજપુત્રને નિમંચ્યા છે. તેમની વ્યવસ્થા તમે કરશે. નંદિવર્ધનની પચીસ. વર્ષની ઉંમર થઈ છે અને સત્યરૂપા દેવીની વીસ વર્ષની ઉંમર છે. બંનેનું ઈચ્છા લગ્ન છે. રાજપુત્રમાં અને રાજપુત્રીઓમાં ઈચ્છાલગ્નની મુખ્યતા છે. રાજકુમારો વગેરેની બરાબર વ્યવસ્થા રખાવશે.. લગ્નમહોત્સવ પ્રસંગે અનેક મહર્ષિઓને બોલાવ્યા છે. લગ્નમહોત્સવના વરઘોડામાં વિશાલા નગરીના તમારા મામા ચેટક આવશે. તેમને સત્કાર કરશે.'
વર્ધમાન વીરઃ “માતાજી! આપની આજ્ઞા પ્રમાણે વર્તીશ. અને રાજકુમારે વગેરેનું પ્રાથૂર્ણ કત્વ * સાચવીશ. ગૃહવાસના વ્યવહાર પ્રમાણે સર્વ વ્યવહારકર્મો કરવાં પડે છે. ક્ષત્રિયના ધર્મ પ્રમાણે
* પ્રાપૂર્ણ કત્વ=પણુ-મહેમાનની આગતાસ્વાગતા.
For Private And Personal Use Only