________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
૧૦૫
પ્રભુ તીર્થંકર પ્રગટયા છે. તેથી મને અનંતગુણ આનંદ થાય છે.”
નંદિવર્ધન : પિતાશ્રી ! આપનું કહેવું યથાતથ છે. મહાવીરની વાણું તે જ સર્વ વેદ છે એમ મહર્ષિઓ જણાવે છે. તેઓ ધ્યાન ધરી, સર્વજ્ઞ બની, જૈનધર્મ પ્રવર્તાવશે. તેમના ઉપદેશથી ભારતનો ઉદ્ધાર થશે. તેમને આપણે જે દષ્ટિથી જોઈએ તેવા એ લાગે છે. વીરરસની મૂર્તિરૂપે તે જણાય છે. શુદ્ધ પ્રેમના અવતાર તરીકે જણાય છે. વીતરાગના પૂર્ણાવતાર તરીકે જણાય છે. સર્વ કલાઓ વડે પૂર્ણ જણાય છે. એમની આંખમાં પરબ્રાનું તેજ ઊભરાઈ જાય છે. એમની વાણી સર્વ વેદરૂપ છે. હવેથી તેમના સદુપદેશને જ વેદ અને આગમ તરીકે ગણધર ત્રાષિએ પ્રસિદ્ધ કરશે.
અનંત કલાના સ્વામી મહાવીર છે. તે ત્રણ ભુવનના નાથ છે. તેમના સહવાસ વિના મને બિલકુલ ચેન પડતું નથી. કુટુંબમાં, દેશમાં, સમાજમાં, નાનાઓમાં અને મોટાઓમાં, જ્યાં ત્યાં દેશવિદેશમાં મહાવીર પ્રભુ સર્વને પ્રિય આત્મરૂપ થયા છે. સર્વ દેશના પુરુષ અને સ્ત્રીઓ મહાવીરમાં પરબ્રહ્મતા દેખે છે અને તેમને નમે છે. હું પણ તેમને તે પ્રમાણે દેખું છું.
“સર્વ ધર્મોની મલિનતા દૂર કરનાર તેઓ છે. પશુહિંસામય યાનું તેઓ નિવારણ કરે છે અને આત્મયજ્ઞ, કર્મયજ્ઞાદિનું સ્વરૂપ જણાવે છે. તેમના ઉપદેશની લેક પર ગૃહાવાસ છતાં પણ ઘણી અસર થાય છે. તેમનામાં ક્રોધાદિ કષાયે તે જણાતા જ નથી. તેઓ ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્ર, ત્યાગાશ્રમની શુદ્ધતા સર્વત્ર વિશ્વમાં કરશે અને મિથ્યા અજ્ઞાનમય વિચારને નાશ કરશે. મારાં મહાભાગ્ય છે કે જેથી પ્રભુને બંધુ તરીકે સંબંધ થશે. આજથી મેં તે વિરપ્રભુનું શરણ અંગીકાર કર્યું છે.”
સિદ્ધાર્થ : “નંદિવર્ધન! તારું કથન સત્ય છે. આપણે પૂર્વના ભવેથી તેમની સાથે સંબંધિત છીએ. તમારી માતાજી
For Private And Personal Use Only