________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદશ ગૃહસ્થ જીવન
૧૦૩
સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં ધૈર્ય ધારણ કરે. પ્રાણાન્તક કાર્યોમાં પણ મારું સમરણ કરી ધૈર્ય ધારણ કરે. જે થાય છે તે સારા માટે થાય છે–એ મારા ઉપદેશનો દઢ નિશ્ચય કરીને વૈર્ય ધારણ કરે. દુઃખની કસોટી વખતે હૈયે રાખો. મરણ વખતે બૈર્ય ધરે અને મારું સ્વરૂપ યાદ કરી, તેમાં લીન થઈને પ્રાણુ છેડે. નક્કી તેથી તમે મારા પરમાત્મપદને પ્રાપ્ત કરશે.
“જન્મ ત્યાં અવશ્ય મરણ છે, તે પછી શા માટે મૃત્યુપ્રસંગે ભય પામે છે. મારા શરણે આવેલાઓને કદી ભય નથી. તેઓને કાળ ખાઈ શકતો નથી. તેથી તેઓ અકાલાત્મા છે. સર્વ પ્રકારનાં સંકટમાં ધેય ધારણ કરી અને કર્તવ્યક મેરુ પેઠે અડગ રહીને કરો. એ મારું આત્મિક બળ છે. દરેક આત્માનું તે બળ છે. તેની આગળ દેવોને નમવું પડે છે. આત્માની શક્તિઓના ઉપર લાગેલાં મહાવરણનો નાશ કરવા સારુ હૈયે ધારણ કરવું જોઈએ.
અયવાન મનુષ્ય નપુંસક, મૃતક સમાન છે અને તે વિશ્વમાં દેશ, કેમ, રાજ્ય, સંઘ, ધર્મનું રક્ષણ કરવા શક્તિમાન બનતો નથી. તે પાપોથી બીત નથી, પરંતુ સ્વકર્તવ્યથી બીએ છે.
“તમારા શત્રુઓથી ન બી. સાવધાનપણે વતી આત્માની નિર્ભયતા ધારો. તમારા બંધુઓને સહાય કરો. ગરીઓને સહાય કરે. યુદ્ધમાંથી પાછા ન ફરે. સત્યને માટે પ્રાણપણ કરો. તમારા સદ્દવિચારોમાં અડગ રહે. તમારી ધમ્ય પ્રતિજ્ઞાઓમાં અડગ રહો. ધૈર્યને ત્યાગ કરીને જે અસત્ય માર્ગમાં ગમન કરશે, તે વારંવાર અવતાર લેવા પડશે.
“વિદ્યા, ક્ષાત્રકર્મ, વ્યાપાર, કૃષિકર્મ અને સેવાના માર્ગમાં વૈર્ય ધારણ કરો. આખી દુનિયા કદાપિ સામી પડે, તે પણ ધર્મમાર્ગમાં અડગ રહે. મારા ભક્તો બનવામાં અનેક પ્રકારનાં કષ્ટ, સંકટ, વિપત્તિઓ, દુઃખ પડે, તો તે સહન કરો; કારણ કે
For Private And Personal Use Only