________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અધ્યાત્મ મહાવીર
સગાંઓને શુભ-અશુભ કર્મનું સ્વરૂપ સમજાવવું. તેઓ મોહને તાબામાં રાખી સંસારમાં વતે એ બંધ આવે. એ જ સત્ય સગપણભાવ ધારણ કરવાનું રહસ્ય છે. સંસારમાં સર્વ જાતિના સર્વ જીવો સાથે અનંતવાર અનંત પ્રકારનાં સગપણ થયાં છે અને થાય છે, માટે સર્વ જીવોના શ્રેય માટે સ્વાધિકાર એગ્ય પ્રવૃત્તિ કરવી.
“શુદ્ધાત્મભાવથી સર્વ જીવોને દેખતાં સગપણભાવની સફળતા થાય છે. સગાંઓ અસાર નથી, પણ સગાઓની ખરાબ વાસનાઓ અને ખરાબ પ્રવૃત્તિઓ અસાર છે. માટે સગાંઓના આત્માઓને દેખે અને તેઓની સાથે સત્ય અને શુદ્ધ પ્રેમથી વર્તો.
હૈયે :
આત્મપ્રેમી મનુષ્ય! વિપત્તિઓ, દુઃખો રેગ કેઈને છોડતા નથી. તીર્થકરોને પણ વિપત્તિઓ સહવી પડે છે. માટે વિપત્તિઓ સહન કરવાથી આત્માની શુદ્ધતા થાય છે. જેઓ આત્મપ્રેમીઓ બને છે તેઓ વિપત્તિઓના પ્રસંગમાં મેરુપર્વતની પેઠે અડગ રહે છે. તેઓ કર્મના સિદ્ધાંતને જાણે છે અને તેથી મનમાં ગભરાતાં નથી.
ધીર, વીર પુરુષ અને સ્ત્રીઓ મારા માર્ગને અનુસરે છે. દુઃખ અને વિપત્તિઓથી આત્માનુભવ પાકે છે, અને આત્માએ જ્ઞાનાદિ ગુણાને પૂર્ણ પ્રકાશ કરે છે. આત્મા નિત્ય અનાદિ અનંત છે. તેને નાશ થવાને નથી. શરીર અને પ્રાણે તે વસ્ત્રની પેઠે મળે છે, અને વીખરાય છે અને પુનઃ પ્રાપ્ત થાય છે. તેથી દેહના મેહથી મૂંઝાવું ન જોઈએ. અનેક પ્રકારના દુઃખો સહન કરે. અનેક પ્રકારના માનસિક દુઃખે સહન કરે. દુઃખ સહવાથી આત્મોન્નતિ થાય છે. દુઃખ પછી સુખ આવે છે. એટલે તાપ તેટલી વૃષ્ટિ થાય. છે. દુઃખ ભગવતી વખતે મારું સ્મરણ કરીને સમભાવ રાખે દુઃખમાં અને સુખમાં સમભાવ ધારણ કરનારા યેગીઓ છે અને તે ઠેઠ મારી નજીકમાં આવનારા છે.
For Private And Personal Use Only