________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
૧૦૧ જે તમે તે પ્રમાણે વર્તશે, તો તમારું સગપણ આત્મભાવે પરિમશે, અન્યથા તે દેહ-સગપણ ગણશે. ફક્ત દેહના સગપણને ન માનો. ઊંડા ઊતરે અને મન તથા આત્માના સગપણથી સર્વ મનુષ્યો વગેરે સાથે સંબંધિત થાઓ. પરસ્પરના સ્વાર્થોમાં અને પરમાર્થમાં પરસ્પરના સગપણની મહત્તા છે. જેમાં સર્વ પ્રાણીઓ અને મનુષ્યના આત્માઓની સાથે સગપણુ-વહાલ રાખે છે તેઓ મારી સાથે સગપણ સાંધે છે, તથા તેઓ શુદ્ધાત્મભાવે મને પ્રાપ્ત કરે છે.
સગાંઓની સાથે વ્યક્તિભાવનો ભેદ ન રહેવું જોઈએ, પરંતુ સમષ્ટિભાવે એકાત્મભાવ રહેવો જોઈએ. પ્રથમ ઘરમાં એકાત્મભાવ ધારણ કરો. પશ્ચાત્ કુટુંબમાં, પશ્ચાત્ સંઘમાં અને પશ્ચાત્ આગળ વધતાં જાઓ. વધતાં વધતાં સ્વકીયતામાં એટલા બધા વધે કે વિશ્વના સર્વ જી પોતાના આત્મસમાન લાગે અને તેઓની સાથે સત્ય સગપણભાવનું વર્તન થાય. પોતાના સ્વાર્થ માટે સગાં સાથે ન મળે, પણ પરમાર્થભાવે તેઓને આત્મભેગાથે મળે. સગાંઓના આત્માઓને ધિક્કાર નહીં. તેઓને દુઃખ અને વિપત્તિમાં સહાય કરો. તેઓની સાથે આત્મભાવે વર્તો. સગાંઓની સાથે શુદ્ધ અને સત્ય પ્રેમ ધારણ કરો. સગાંઓ સાથે સત્ય પ્રેમથી વર્તવામાં તપશ્ચર્યા છે, અને નિષ્કામભાવથી તે સંવર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
“મારી સાથે સગપણ ધારણ કરનારાઓ સગાંઓના સગપણને પૂર્ણ અને ઉચ્ચ સત્ય બનાવે છે. સગાંઓને પ્રેમથી મળે અને તેઓને આત્મજ્ઞાન આપે. તેઓને સ્વાશ્રયી બનાવે. તેઓની
સ્વતંત્રતા ખીલ. તેઓ કર્મચગીઓ બની સર્વ બાબતોમાં નિર્લેપ રહે, એ સત્ય પ્રેમભાવ ધારણ કરે.
સગાંઓને સંકટમાં સહાય કરે. પૂર્વભવના કર્મના ઉદયથી આ ભવમાં રેગ, સુખ, દુઃખ પ્રાપ્ત થાય છે, માટે મનુષ્યોએ
For Private And Personal Use Only