________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
અધ્યાત્મ મહાવીર
તેના પ્રચારાર્થે જેઓ પરોપકાર કર્મો કરે છે તે મારું શરણ અંગીકાર કરીને મારી સન્મુખ ક્ષણે ક્ષણે આવતા જાય છે. પ્રથમ પ્રેમ પ્રગટાવો, પછી મારી સાથે પ્રેમ સાંધે અને સર્વ જીવમાં મારું સ્વરૂપ દેખો, એટલે પરોપકારના માર્ગે ચઢી તમે મારી. પાસે આવશે. વસુધૈવ કુટુમ્બકમ (સત્ય સગપણભાવ ધારે)
“મનુષ્યો! પ્રથમ શુદ્ધ પ્રેમને ખીલવે. તેથી તમને પશ્ચાત સત્ય વૈરાગ્ય પ્રાપ્ત થશે. સત્ય પ્રેમીઓ સર્વ જીવોને સ્વાત્મસમાન અનુભવે છે. જે મનુષ્ય પોતાનાં સગાંઓને અને પોતાના આત્માને પ્રેમદષ્ટિએ એક માની પ્રવર્તે છે, તે મનુષ્યને સત્ય સગપણભાવવાળા જાણવા. એક ઘરમાં રહેનારા મનુષ્યએ પરસ્પર એકબીજાના સુખે સુખી અને એકબીજાના દુઃખે દુઃખી થવું જોઈએ. જે ઘરના અને કુટુંબના મનુષ્યમાં સત્ય પ્રેમ છે તેમને કુટુંબી જાણવા.
“મારા ભક્તોએ વ્યક્તિગત સુખ અને સ્વાર્થને જીતીને તથા મેટું મન કરી, ક્ષમા ધારણ કરી ઘરમાં, કુટુંબમાં અને જ્ઞાતિસમાજમાં રહેવું. કુટુંબ અને ઘરના દરેક મનુષ્યમાં મારા જેવો પ્રેમ ધારણ કરો.
જે ગૃહ અને કુટુંબન દ્રોહી બને છે અને ગૃહ-કુટુંબમાં રહેનારાઓનું અશુભ છે છે કે કરે છે તેને તેવી દશા હોય ત્યાં સુધી મેહથી ફસાયેલી અને મારાથી વિમુખ થયેલે સમજો.
સર્વ વિશ્વનો સ્વામી–પ્રભુ હું છું. જે તમે મારા પર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરતા હો તે કુટુંબીઓ પર સત્ય સગપણભાવ ધારણ કરો. તેઓના આત્માઓને દે છે અને તેઓ પર પ્રેમની વૃષ્ટિ કરે. જે કુટુંબી તરીકે તમારાં સગાં થતાં હોય તેઓને અભેદપણે મળે. તેઓનો વિશ્વાસઘાત ન કરો. તેને માટે તમારા સ્વાર્થોનો હેમ કરો. તેને સર્વ પ્રકારની વિઘાથી કેળવે.
For Private And Personal Use Only