________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
જૈનધર્મીઓએ સર્વત્ર સર્વકાર્યમાં તન, મન, ધનથી સહાય આપવી અને તેઓને વ્યાવહારિક શક્તિઓના સ્વામી બનાવવા જે કંઈ પ્રયત્ન કરવો તે પરોપકાર કર્મ છે.
“અનાજ પકાવવા કૂવા, નહેરે વગેરેની સગવડ કરી આપવી. સાધુઓને રહેવા માટે તથા સાદવીઓને રહેવા માટે ગામમાં, નદીકાંઠે, સરોવરકાંઠે, પર્વત પર અને બાગમાં, આશ્રમે બંધાવી આપવા તે પરોપકાર કર્મ છે. બ્રહ્મચર્યાશ્રમ સર્વત્ર સ્થાપવા તે પરોપકાર કર્મ છે. પરેપકાર કર્મોને કદી ગણતાં પાર આવે તેમ નથી. ઉપકાર કરવામાં મનમાં જેટલો શુભ ભાવ અને શુદ્ધ ભાવ હોય છે તેટલી આત્માની ઉન્નતિ થાય છે.
“પરોપકાર કરનારાઓ જેટલી આત્મશુદ્ધિ કરે છે તેટલી અન્ય કઈ કરી શકતું નથી. પ્રકટ પરેપકાર કર્મો કરતાં ગુપ્ત પરેપકાર કર્મો વિશેષ ફળદાયી છે. પરેપકાર કરનારાઓ મન, વાણી, કાયા અને આત્માને વિશાળ કરે છે. પરોપકાર કર્મ કરનારાએએ અભય, અદ્વેષ અને અપેદરૂપ પિતાના આત્માને બનાવવો. પરોપકારી મનુષ્યમાં સર્વોત્તમ, શ્રેષ્ઠ તીર્થંકર પરમાત્મા છે. જેઓ સમ્યક્ત્વ અને ચારિત્રનું અન્ય મનુષ્યોને દાન કરે છે તે વિશ્વવત સર્વ જીવોને અભયદાન દેનારા છે.
“શુદ્ધ પ્રેમીઓ પરોપકારી બની શકે છે. શુદ્ધ પ્રેમીઓને માતાની પેઠે અને શુદ્ધાત્મજ્ઞાનીઓને પિતાની પેઠે પરોપકારી જાણવા.
“પપકાર કરનારાઓએ પોતાના આત્મામાં અહંકારને સ્થાન આપવું નહીં તેમ સકામભાવને ઘટાડી નિષ્કામભાવની વૃદ્ધિ કરવી. રજોગુણ અને તમે ગુણ પરોપકાર કરતાં સત્ત્વગુણ પરોપકાર અનંતગુણ ઉત્તમ છે, અને સવગુણી પરોપકાર કરતાં બ્રહ્મ યાને આત્મગુણી પરોપકાર અનંતગુણ ઉત્તમ છે. તે પ્રકારે પરોપકાર કરનારાઓ અનંતગુણ ઉત્તમ છે. જૈનધર્મ પરોપકારરૂપ છે, માટે
For Private And Personal Use Only