________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
ધારણ કરે છે, તેઓ માટે સર્વસ્વ અર્પણ કરવામાં પૂર્ણ ધર્મ સમાચે છે, એવો દઢ નિશ્ચય કરીને આપની જન્મકલ્યાણક જયંતી ઊજવીશું. અમે આપનું કીર્તન કરીશું. ભવિષ્યમાં સમવસરણમાં બેસીને આપ જે તને પ્રકાશ કરશે, તેઓનું શ્રવણ કરીશું. ભવિષ્યમાં નદીના કાંઠે, સરેવરકાંઠે, બગીચાઓમાં, ગામમાં, ગામની બહાર આપના નામનાં મંદિરમાં જન્મજયંતી ઊજવાશે. આપની જન્મજયંતી મહોત્સવ સૂર્યચંદ્રાંકિત મહાધજાઓ, કે જે જૈન ધર્મના સામ્રાજ્યની સૂચક છે, તે ઉડાડવામાં આવશે. જૈન સામ્રાજ્યમાં જનધર્મના સામ્રાજ્યની સૂચક ધજાઓ ફરકાવવામાં આવશે. આપ સિંહના લાંછનથી વિભૂષિત છે, તેથી એમ સૂચિત થાય છે કે આપના શાસનમાં સિંહની પેઠે પરાક્રમ, હિંમત ધરનારાઓથી જૈનધર્મ શભશે.
“કલિકાલમાં સિંહની પેઠે શૂરા થનારા ધર્મનું પાલન, રક્ષણ કરી શકશે એ નિશ્ચય છે. ત્રણે ભુવનમાં સર્વત્ર આપની આજ્ઞા પ્રવર્તે છે. આપના શરણે આવી છે કે જેને બનશે અને જિનો માટે રક્ત રેડશે, તે આપની કૃપાના પાત્ર બનશે. તે ગમે તેવા પાપી હશે તે પણ તેઓ શીધ્ર મહા પાપથી મુક્ત થશે, એમ પૂર્વના તીર્થકરેએ જણાવ્યું છે.
જેટલા અવતારી મહાત્માએ જિન થયા છે તેમાં આપ મુખ્ય છે. આપ શ્રીમાનું પ્રત્યે ! પોતાના ભક્તોને અભેદપણે માની વર્તે છે. આપ ગૃહસ્થ અને ત્યાગ અવસ્થાના અધિકારભેદે ધર્મ બતાવી સર્વ અવસ્થાનું રક્ષણ કરનારી છે. અમે આપને તન, મન અને ધન અર્પણ કરીએ છીએ. આપ પરમાત્મા સાકાર અહંન દેવ છે. સૂર્યચંદ્રાદિ ગ્રહ, નક્ષત્ર વગેરે આપના મહિમાના આધારે પ્રવર્તે છે. પૃથ્વી, સાગર અને પહાડ વગેરે પણ આપના મહિમાના આધારે વર્તે છે. આપ પ્રભુની ગતિ અકળ છે. પરમબ્રહ્મ પરમેશ્વરની કૃપાપાત્ર એવા વિશ્વમાં આપે ધોર
For Private And Personal Use Only