________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
સભ્યજને અને મહર્ષિઓ : “પ્રભુ મહાવીર ! વર્ધમાનદેવ ! અમે સર્વે આપને નમસ્કાર કરીએ છીએ અને આપના -ઉપદેશ પ્રમાણે વર્તવાની પૂર્ણ ઈચ્છા રાખીએ છીએ. ત્રાષભદેવ -ભગવાનથી તે ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પ્રભુ સુધી જૈનધર્મની એકસરખી મહત્તા પ્રવર્તી રહી છે. આપના પ્રગટવાથી સત્ય એવા જૈનધર્મને સર્વત્ર પ્રચાર થશે. વિશ્વવતી સર્વ મનુષ્યમાં સુવિચાર અને સદાચાર પ્રવર્તાવનાર જૈનધર્મ છે.
“આપના જન્મકલ્યાણક અર્થાત્ જન્મજયંતી ઉત્સવ વિશ્વમાં સર્વત્ર ઘેર ઘેર થશે. દેવલેકમાં ઈન્દ્રો, દેવ અને દેવીએ આપના જન્મકલ્યાણકની જયંતી ઊજવશે. “વીર, વીર, મહાવીર” ઇત્યાદિ આપનાં પવિત્ર નામોનું જેઓ ગાન કરશે, સ્મરણ કરશે, તેઓને અનંતભવનાં બાંધેલાં કર્મો ટળી જશે. બ્રાહ્મણ, ક્ષત્રિયે, વૈશ્ય અને શુદ્રો મહોત્સવ પૂર્વક જયંતી ઊજવશે. જે મનુષ્યો નદીના કાંઠે, મંદિરમાં, જાહેરમાં, બાગમાં, પર્વત પર, સાગરકાંઠે, તળાવકાંઠે, પવિત્ર વૃક્ષે તળે, ગૃહોમાં અને રાજમંદિરમાં આપની જન્મજયંતી ઊજવશે, તેઓ ધન, ધાન્ય, લક્ષ્મી, વિદ્યા, સત્તા, ધર્મ, પરિવાર, વૃદ્ધિ આદિ અનેક પ્રકારનાં સુખેને પ્રાપ્ત કરશે. કલિકાલમાં પંચમ આરામાં આપની જન્મજયંતીને પ્રભાવ અતિશય વધશે. જે મનુ ચિત્ર સુદિ તેરસના જયંતી પ્રસંગે રથમહોત્સવ કરશે, આપના ગુણનું કીર્તન કરશે, શેરીઓમાં અને ચૌટામાં આપના નામનું ગાન કરશે, તે લોકો સમ્યકત્વને અને ચારિત્રને પામશે. જે લેકે પરમાત્મા મહાવીર પ્રભુના ભક્તો થશે, તેઓ માટે તન, મન અને સર્વ ધનનું અર્પણ કરવાથી પ્રભુ મહાવીરની જન્મજયંતી ઊજવી એમ કહી શકાશે.
“મહાવીર ! અમો આપના ભક્તો છીએ અને આપના શરણે આ વ્યા છીએ. આપના કહેલા વિચારો અને આચારને જે માન આપે છે અને આપના ઉપર જેઓ પૂર્ણ વિશ્વાસ અને પ્રેમ
For Private And Personal Use Only