________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
સામ્રાજ્ય પ્રવર્તે છે, માટે મારા ભક્તોએ સર્વ બાબતમાં ઉદાર વિચારબળ ખીલવવું. વિAવવ્યાપક એવા મારા ધર્મને મારા ભક્તોએ કદી સંકુચિત રૂપમાં મૂકે નહીં. વિશ્વવત સર્વ મનુ, પંખીઓ અને પશુઓ વગેરે મારા વિચારરૂપ ધર્મ કરવાને શક્તિમાન છે.
“મનુષ્ય મારા પર વિશ્વાસ મૂકીને દુઃખાદિ પ્રસંગમાં સદ્દવિચારબળને ધારણ કરે છે, તે તે અવશ્ય મારા પરમપદને પ્રાપ્ત કરે છે તેમાં અંશમાત્ર પણ શંકા નથી. સદ્દવિચારોથી છે, પરંતુ અશુભ વિચારના જીવનથી ન છો. સદ્દવિચારનું બળ અવશ્ય તમારા આચારમાં પ્રગટ થશે. સવિચારોને પાર નથી. સવિચાર વિનાની બાહ્ય પ્રવૃત્તિ કંઈ શુભ ફળ આપતી નથી. કાયાની શુભ પ્રવૃત્તિ કરતાં મનના શુભ વિચારનું બળ અનંતગુણ વિશેષ છે. મનમાં વિચારો ધારણ કરો અને બાહાથી સ્વાધિકાર પ્રમાણે ગમે તે કાર્ય કરો, કે જેથી તે મનુષ્ય ! તમે આત્મોન્નતિ અવશ્ય કરી શકશો.
આત્મામાં શુભ વિચાર ધારણ કરનાર દ્ધાની રણમાં સદ્ગતિ થાય છે. ચાંડાલ પણ બાહ્યથી સ્વાધિકાર પ્રમાણે કર્મ કરતાં સદ્ગતિ પામે છે. માટે હે ભવ્ય મનુષ્યો ! આત્માની ઉન્નતિ માટે સવિચારથી આત્માને ભરે અને બાહ્યથી પ્રાપ્ત થયેલાં અધિકારનિયુક્ત આવશ્યક શારીરિક કર્મો કરો.
અશભ વિચારોને દૂર કર્યા વિના તમે કમોગી બની શકવાના. નથી. બાહ્યથી આજીવિકાળે ગમે તે ધંધે કરે, પરંતુ શુભ વિચાર અને શુદ્ધ વિચારમય જીવન ગાળવા પ્રયત્ન કરો. તમારા કુટુંબીઓને શુભ વિચારોનો લાભ આપે. શુભ વિચાર આપે અને શુભ વિચાર લો. મિથ્યાદિ ચાર ભાવનાને વિશ્વમાં પ્રચાર કરે. આત્મા-- ની શક્તિઓ ખીલે એવા વિચાર કરે. શદ્ધ પ્રેમમય જીવનથી સદ્દવિચારમય બને.”
For Private And Personal Use Only