________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
પિતે બળવાન બની શકે છે. વિચારબળના સમાન વિશ્વમાં કઈ બળ નથી.
“શુભ અને અશુભ વિચારોના અનુસારે સંસારમાં શુભઅશુભ વાતાવરણ બંધાય છે. તેથી મન શુભાશુભ સંસારના કર્તા તરીકે થાય છે. સ્વતંત્રતા અને પરતંત્રતાનું કારણ મન છે. ગમે. તેવા બાના અશુભ પ્રસંગોમાં પણ મનમાં શુભ વિચાર કરે અને અશુભ વિચારોને પ્રગટ થતા વારે. મનુષ્ય જેવો વિચાર કરે છે તેવો તે બને છે.
મનમાં સદ્ગુણેના વિચારો વારંવાર પ્રગટાવ્યા કરે અને સદ્ગુણીઓની સંગતિ કરો. મનમાં સત્ય શુદ્ધ પ્રેમના વિચારો કરો. અને સત્ય શુદ્ધ પ્રેમી મનુષ્યના સમાગમમાં રહે. મનમાં જે પ્રિય વસ્તુને પ્રાપ્ત કરવાનો વિચાર થાય છે તે વસ્તુની પ્રાપ્તિ થાય. છે. મનુષ્ય આત્મવિચારોથી આત્મરૂપે જીવે છે અને જડના. મેહથી મરે છે. આત્મા દ્રવ્યપણે નિત્ય છે. આત્માની અમરતાના વિચારોના બળથી સર્વ પ્રકારના ભયનો નાશ થાય છે. આત્મામાં ઉત્સાહના વિચારે પ્રગટાવવાથી કાયરતા અને નિર્બળતાને નાશ થાય છે.
“મનને, વાણીનો અને કાયાનો કર્તા આત્મા છે. આત્માનું જ્ઞાનબળ ખીલવવાથી મન પર કાબૂ મૂકી શકાય છે. પુણ્યના વિચાર કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપના વિચારો કરવાથી પાપનો બંધ થાય છે. ધર્મના વિચારોના બળથી અધર્મ વિચારનું બળ નષ્ટ થાય છે અને અધર્મના વિચારે કરવાથી ધર્મ વિચારે નષ્ટ થાય છે. ધર્મના વિચાર કરવાથી અશુભ કર્મ ખરે છે અને અશુભ પ્રકૃતિએ પણ શુભ પ્રકૃતિએારૂપે પરિણામ પામે છે. અધર્મના વિચાર કરવાથી શુભ કર્મ બાંધેલા હોય તે તે પણ ખરે છે અને શુભ પુણ્યપ્રકૃતિઓ પણ અશુભ પ્રકૃતિએ. તરીકે પરિણામાન્તરને પામે છે. સવિચાર કરવાથી પૂર્વના અનેક
For Private And Personal Use Only