________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
તે જ પરમાત્મદશા છે. આત્માને અનેક રૂપમાં જ્ઞાનીઓ વર્ણવે છે.
આત્માની સાથે નજીકમાં રહેનાર મન છે અને મનને કાયાની સાથે સંબંધ છે. આત્મા અને કાયા એ બન્નેની વચમાં રહી મનનવ્યાપાર કરનાર મન છે. આત્માના જ્ઞાનગુણને પ્રકાશ અનંત છે, અને તેની અ૫ શક્તિના મનની સાથે સંબંધ છે. તે જ રીતે આત્માની સાથે સંબંધિત એવા જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મોનો મનની સાથે સંબંધ છે. જડ અને ચૈતન્ય એ બે તમાં મન વહેંચાઈ જાય છે. મન જડ કર્મની અને જ્ઞાનાદિની અસરવાળું હોય છે. મનમાં આત્માને વિચાર એ તેની શક્તિને ભાગ છે. આત્મારૂપ વીર યાને પરમાત્મામાં મન લયલીન રહે છે, તે મનમાં વિચારશક્તિ ખીલે છે. તેથી તે આત્માની પેઠે અનેક શક્તિઓના ચમત્કારને કરી શકે છે અને અનેક લબ્ધિઓને પ્રગટાવી શકે છે.
“જડ પદાર્થો પર પણ મનની શક્તિઓની અસર થાય છે અને તેથી તે શુભાશુભ અનેક શરીરને ગ્રહણ કરી શકે છે. મનની સાથે બુદ્ધિને પણ સંબંધ છે અને હાદિ કર્મોને પણ સંબંધ છે. દ્રવ્ય મન જડ છે, અર્થાત્ તે પરમાણુઓના સકનું બનેલું છે; અને ભાવ મન આત્મજ્ઞાનાદિ શક્તિયુક્ત ચૈતન્યરૂપ છે. જડ મનની સાથે મહાદિ કર્મને પ્રકૃતિરૂપ જાણવું અને ભાવ મન ચિતન્યરૂપ પુરુષ જાણવું. ભાવમનરૂપ પુરુષને આત્મારૂપ પરબ્રહ્મ, કે જે અનંતગુણ પર્યાયાધાર છે, તેની સાથે સંબંધ છે.
આત્મા ભાવ મનને અધિપતિ પરમાત્મા છે. ભાવ મનને ખીલવ્યાથી આત્માની શક્તિઓ ખીલે છે. જ્યારે આત્મા પૂર્ણ શુદ્ધરૂપ પરમાત્મા બને છે, ત્યારે ચિતન્યરૂપ ભાવ મન પરમાત્મારૂપ થાય છે, અને દ્રવ્ય મન જડરૂપ અનેક પર્યાયરૂપે પરિણમ્યા કરે છે. આત્મા સર્વજ્ઞ થાય છે ત્યાં સુધી મન રહે છે અને તે આત્માની સાથે રહી સ્વકર્તવ્ય કરે છે.
For Private And Personal Use Only