________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદશ હજી જીવન આત્માર્પણ કરીને જાળવો. જડના પૂજારીઓ ન બને, પરંતુ ચૈતન્યના પૂજારીએ અર્થાત્ વરબ્રહ્મના પૂજારીએ બને.
વિવેક એ સ્વર્ગ છે અને અવિવેક નરક છે. વિવેક એ મનુષ્યત્વ છે અને અવિવેક એ પશત્વ છે. નાનામાં નાના કાર્યમાં પણ વિવેક ધારણ કરો અને વિચાર્યા વિના કેઈપણ કાર્ય ન કરે. મારા આત્માઓ! તમે ચેતીને ચાલે.
સર્વ મનુષ્ય! તમે સર્વ મનુષ્યની સેવામાં મારી સેવા માની પ્રવૃત્તિ કરે, એ મારી આજ્ઞા છે. સર્વ જીવોની સેવા કરવી એ પરમાર્થ વિવેક છે. આત્માની પરમાત્મદશા પ્રગટ કરવી એ સર્વ વિવેકમાં મહાન વિવેક છે.
“સર્વ પ્રકારની અવ્યવસ્થાને નાશ કરનાર વિવેક છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મેક્ષ એ નવતત્ત્વને વિવેક કરીને સર્વ કર્તવ્ય કર્મો કરતાં આત્મા પરમાત્મભાવને પ્રકાશ કરે છે. નવતત્વને સમ્યફ બેધ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ નિશ્ચય વિવેક છે. સર્વ મનુષ્યને નિશ્ચય વિવેક પ્રગટ કરાવવા સેવક બનો. વિશ્વોન્નતિ અને શાંતિનું મૂળ કારણ આત્મવિવેક છે. આત્મજ્ઞાનીઓ મારા સ્વરૂપને જાણે છે અને તેઓ વિશ્વને પ્રકાશમાં લાવે છે. સર્વ પ્રકારના વિવેકના વિચારો અને વિવેકપૂર્ણ આચાર એ જ જૈનધર્મ છે. તે આત્મારૂપ જિનદેવને પ્રાપ્ત કરાવી આપે છે. સર્વ પ્રકારના વિવેકમય વિચાર-આચારે એ જ હું મહાવીર છું એમ જાણીને જે જૈન ધર્મસ્વરૂપ મારું સ્મરણપૂજન કરે છે તે મને પ્રાપ્ત કરી સ્વયં મહાવીર બને છે. વિચારબળ:
“સભ્યજને અને મહર્ષિઓ! તમારા આત્માઓમાં અગાધ બળ છે. સર્વ વિશ્વને પ્રકાશક આત્મા છે. આત્માની, પૂર્ણ શુદ્ધતા
For Private And Personal Use Only