________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
જીવન હેમે. કેઈને નીચ ગણીને અપમાન ન કરો. સર્વ જીવને મારા સમાન માની તેઓની સાથે સભ્યતાથી વર્તો. તમારા આભામાં પૂર્ણ પ્રેમ ભરી દે, અને તેને રસ સર્વત્ર સર્વ જીવો પર વહેવડાવો.
જે જે શુભાશુભ કર્મ ઉદયમાં આવે તેનું શુભાશુભ ફળ ભેગવવામાં સમભાવપણે રહેવાનો વિવેક ધારણ કરો. સત્યને સત્ય માને અને અસત્યને અસત્ય માને. ગુણીઓ પર પૂર્ણ પ્રેમ ધારણ કરે અને શત્રુઓનું પણ ચગ્ય પ્રસંગે શ્રેય સાધવા પ્રયત્ન કરો. વિશ્વમાંની જેટલી વસ્તુઓનો ખપ હોય તેટલી વાપરે, પરંતુ વધારે ન લે. અન્ય જીવો વિશ્વમાંથી ખપ પૂરતું લેતા હોય તેઓને વારો નથી. ખપ જેટલું ધન રાખો અને વિશેષ ધનને ઉપચાગ અન્ય માટે કરો. ખપ જેટલું પાણી પીઓ
અને વધારાનું અન્યને આપે. અપેયનું પાન ન કરે અને અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ ન કરો. પોતાનાં બાળકોને વિવેક શીખવો. સર્વની સાથે ઉચિત વ્યવહારથી વર્તવામાં વિવેક રાખો. સર્વ કર્મો કરવાના પ્રારંભમાં મારું સ્મરણ કરે અને મારું નામ ભજે.
કેઈપણ મનુષ્યની માગણને યથાશક્તિ માન આપે અને બને તેટલું કરે. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ વગેરેનો ઉપયોગ કરવામાં વિવેકથી વર્તો. તમારા ભંગ માટે જે વસ્તુઓ છે તે અન્ય જીવો માટે પણ છે, માટે ખપ પૂરતો ઉપગ કરો અને અન્ય માટે સમાન ન્યાય રાખે. સ્વાથી ન બને. ખપ પૂરતો સ્વાર્થ રાખે અને બાકી પરમાર્થ રાખે. આત્માના તાબામાં મનને રાખે, પરંતુ મન સ્વચ્છંદી બની આત્માને રાગદ્વેષના માર્ગમાં ઘસડી ન જાય તે માટે ખાસ કાળજી રાખો. સદ્દગુરુઓના શિષ્ય બનીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે અને સ્વાધિકારે વિવેકથી વ. ઉત્સાહ અને આનંદથી જેવી તેવી સ્થિતિમાં વિવેકથી રહે.
“સત્યની અને અસત્યની પરીક્ષા કરે. ગૃહસ્થદશામાં
For Private And Personal Use Only