________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
૮૩
તપાસવા તેમ જ તે પ્રમાણે વર્તવું.
વર્તમાન અને ભવિષ્યને વિચાર કરે. દેશકાલ પોતાને સાનુકૂળ છે વા પ્રતિકૂળ છે તેને વિવેક કરવો. પોતાના સહાયક કૈણ છે તેને વિવેક કરી વર્તવું. પિતાના ઉપકારી કેણ છે અને શત્રુઓ કેણ છે તેને વિવેક કરવો.
દેશ, સમાજ, સંઘ, જાતિ, કુટુંબ, ધર્મની વાર્તામાનિક પ્રગતિના ઉપાયે કયા છે અને ખામીઓ કંઈ છે તેનો વિચાર કરવો અને પશ્ચાત ચોગ્ય સુધારો કરવો. અન્ય ખંડના મનુષ્યની ઉન્નતિના અને અવનતિના ઈતિહાસનું જ્ઞાન કરવું અને તેમાંથી સત્ય ગ્રહણ કરવું તેમ જ અન્ય ખંડવાસીઓને સત્ય આપવું. મારે સત્યધર્મ સર્વ વિશ્વમાં સદા સર્વ જીવોને સુખ-શાંતિ આપે તેના દેશકાલાનુસારે એગ્ય ઉપાયે લેવા અને તેઓને આચારમાં મૂકવા.
“સર્વ મનુષ્ય સર્વ વિદ્યાઓને પ્રાપ્ત કરે અને અવિવેકને દૂર કરે એવો બોધ ફેલાવો. મારા ઉપર પૂર્ણ પ્રેમ ધારણ કરીને તથા મારા નામને સ્મરણુજાપ કરીને જેઓ સર્વ વિશ્વને મારા સ્વરૂપ અને પોતાના સ્વરૂપ માની વર્તે છે તેમાં લૌકિકલકત્તર આદિ અનેક પ્રકારના વિવેકે પ્રગટે છે. પરિણામે તેઓની પડતી થતી નથી.
“મારામાં તન્મય થયેલા ભક્તકમાં સર્વ બાબતને વિવેક પ્રગટે છે અને તેથી તેઓ એગ્ય સ્થળે, એગ્ય કાળે, જ્યાં જેવો વિવેક ઘટે ત્યાં, તેઓ આચરી શકે છે.
મારા પર પૂર્ણ શ્રદ્ધાથી જડ અને ચેતન એ બે તત્ત્વને વિવેક પ્રગટે છે અને તેથી બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજાય છે, મિથ્યા વિદ્યા અને સત્ય વિદ્યાનું અંતર સમજાય છે. વ્યવહારધર્મમાં વ્યવહારધર્મ પ્રમાણે વર્તાય છે અને નિશ્ચયધર્મમાં તે પ્રમાણે વર્તાય છે. વ્યવહાર અને નિશ્ચયમાં
For Private And Personal Use Only