________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
વેદના મંત્રો ગોખીને કોઈ પ્રામાણિકતા વિના મારો ભક્ત બની શકતા નથી. પ્રામાણિકતા વિના રાજ્યાદિકની સ્થિરતા થતી. નથી. મારું નામ જેઓ જપતા હોય અને પ્રામાણિકતાથી દૂર રહેતા હોય તેઓ મારા પ્રેમને પ્રાપ્ત કરી શકતા નથી. અપ્રામાણિક મનુષ્ય માટે કેઈ નિર્ભય સ્થળ નથી એમ તમે ખાસ જાણે.
“મારા શરણે આવનારા મનુષ્ય પૂર્ણતયા પ્રામાણિક બને અને દેહભેગના જડ પૂજારી ન બને. આત્મપૂજારીઓ મારા સત્ય ભક્તો છે અને તેઓ સ્વાર્થોને કચરી નાખી પ્રામાણિકતા ધારણ કરે છે. મન, વાણી અને કાયાની પવિત્રતા ખરેખર પ્રામાણિક રહેવામાં છે. સર્વ પ્રકારનું તપ ખરેખર પ્રામાણિક રહેવામાં છે.
“નિંદક, ચાડી ખેર, અસત્ય વક્તા, આળ દેનાર મારા ધર્મમંદિરના પગથિયે પગ દેવા શક્તિમાન થતો નથી, તો તે મારી બ્રહ્મતિનાં દર્શન તે ક્યાંથી કરી શકે ? મનની ઉજજવલ લેશ્યાઓ અને મારી ભક્તિનું બળ ખીલે છે, ત્યારે મનુષ્ય મારા જેવો વીર બનવા પ્રામાણિક જીવન જીવે છે.
“મારી સાથે જેએની ખરી લગની લાગી છે અને જેઓએ મારા પર પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે તેઓની પ્રામાણિકતા ઉચ્ચતર અને શુદ્ધતર થતી જાય છે અને તેઓ અનન્તજ્ઞાનાદિ ગુણથી પ્રકાશિત મારા મંદિરમાં પ્રવેશ કરે છે. જે મારો આસ્તિક છે તેને મારું બળ, મારું હૃદય પ્રાપ્ત થાય છે અને તે પ્રામાણિક આત્મારૂપ બને છે.
“જડ સુખ માટે જે વરુઓ જેવા બને છે તે પ્રામાણિકતાને દેખવા, અનુભવવા ક્યાંથી સમર્થ થઈ શકે? મનુષ્ય! તારું સત્ય જીવન પ્રકાશિત કર અને અપ્રામાણિકતાને દૂર કર. તમે પ્રામાણિકતા પર પૂર્ણ પ્રેમ ધારણ કરે અને તે માટે છે. તમારા આત્માએમાં મારા જેવી શક્તિઓ છે. મારામાં જે છે તે તમારામાં છે. જે બ્રહ્માંડમાં છે તે પિંડમાં છે અને પિંડમાં છે તે બ્રહ્માંડમાં છે.
For Private And Personal Use Only