________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
અધ્યાત્મ મહાવીર મારા ઉપદેશમાં શ્રદ્ધા ધારણ કરે.
સર્વ પ્રકારના સગુણ એ મારું આત્મપર્યાયરૂપ છે. તેમાં વિશેષતઃ પ્રામાણિકતામાં મારું પર્યાયરૂપત્વ છે. તેના, મનુષ્ય ! સંગી બને. ભવ્ય મનુષ્ય! અન્ય મનુષ્ય ! પશુઓ અને પંખીઓ તરફ તમે જે અપ્રામાણિકપણે વર્યા તે, મારા (પરમાત્મા) પ્રતિ અપ્રમાણિકપણે વત્ય છે એમ જાણી લેશે અને તેથી તમે પ્રભુના તરફ વિરુદ્ધ વર્તનવાળા બને છે એમ જાણશો. અપ્રામાણિક મનુષ્ય જે ચક્ષુમાંથી રક્ત નીકળે એવી રીતનો પશ્ચાત્તાપ. કરે છે, તો તેને મારી ભક્તિના બળે પ્રામાણિક બને છે. જેની સાથે અપ્રામાણિકપણે વર્યાં છે, તે જે જીવતા હોય તો, તેઓની. માફી માંગે. તેઓની ક્ષમા ગ્રહણ કરી અને ભજન-સ્મરણ કરી શુદ્ધ બનો.
“અપ્રામાણિક મનુષ્યને ગુપ્ત અને પ્રગટ અનેક પ્રકારની શિક્ષાઓ મળે છે, તે પણ તેઓ સ્વાર્થી અને મેહાંધ હોવાથી મારી. આજ્ઞા તરફ વળતા નથી. તેથી તેઓ અંતે દુર્ગતિ પામે છે. મનુષ્યએ માનવભવની મહત્તા જાણવી જોઈએ અને તુચ્છ ભેગા ખાતર પ્રામાણિક્તાને ત્યાગ ન કરવું જોઈએ. મનુષ્યભવ વારંવાર મળનાર નથી. માટે અને છેતરવા પ્રપંચજાળ ન પાથરો. અને સત્યપ્રિય બને. મનુષ્યો ! અપ્રામાણિક બનીને અન્યની હાય ન લે અને તેને દગો ન દે. તમારા કાવતરાના ભેગ તમે પિત થશે અને હાય મારીને રડશે.
“રાજાઓ, શેઠિયાઓ, ક્ષત્રિયે અને સામાન્ય મનુષ્ય સર્વનું પ્રામાણિકતારૂપ ધન છે. એને નાશ થયા પછી કીતિ, પ્રતિષ્ઠા રહેતી નથી. મનુષ્ય ! અસત્ય બોલીને અને અપ્રામાણિક વર્તન ધારણ કરીને તમે તમારી ઈચ્છાઓ પાર પાડવા ઈચ્છે છે, પરંતુ આગળ ગુપ્ત દુઃખના ખાડામાં પડી મરી જશે તે યાદ રાખશે. અપ્રામાણિક મનુષ્યને જેટલે ભય છે તેટલો પ્રામાણિક મનુષ્યોને ભય નથી.
For Private And Personal Use Only