________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
૭e
ધૂધી થવાથી મનુષ્ય વગેરેને તથા ધર્મને પ્રલય થાય છે. મનુ ! અપ્રામાણિકપણાની સર્વ કલાઓ, ચાતુર્ય, બુદ્ધિ, શક્તિઓ અંતે ધૂળમાં ભળવાની છે. તમે સર્વજ્ઞ પરમાત્માને છેતરવા સમર્થ થવાના નથી. મનુષ્ય ! તમારી સર્વ ચેષ્ટાઓ ગમે તેવી ગુપ્ત હોય, તે પણ હું જાણું છું. માટે વક્રતાનો ત્યાગ કરીને સરલ બનો. તમારાં ગુપ્ત પાપ પણ કર્મોદયે પ્રગટ ફલરૂપે જાહેર થયા વિના રહેવાનાં નથી, માટે અપ્રામાણિક બની તમારી જિંદગીને બરબાદ ન કરે. તમારી સુવર્ણમય ઝળકતી જિંદગીને અપ્રામાણિકતારૂપ વિષ્ટામાં ન ખરડે. અપ્રામાણિક પ્રાણુતે પણ ન અનો. જે વખતે તમે અપ્રામાણિક બનવાને એક સંકલ્પમાત્ર કરશે, ત્યારથી તમારા હૃદયમાંથી સેય, ધ્યેય, પૂજ્ય, ચિંત્યરૂપે મારે વાસ દૂર છે, એમ માનશે. મનુષ્ય ! તમને હજારે દુખ પડે, તે પણ સમતા રાખે અને વિશ્વાસ રાખશે કે પ્રામાણિક હૃદયમાંથી ભભૂકતે અગ્નિ હજારો, લાખે અપ્રામાણિક મનુષ્યની શક્તિઓને ભસ્મ કરી દેશે. અપ્રામાણિકતાનું કૃત્રિમ અળ સદાકાળ જીવતું રહેવાનું નથી.
“પ્રામાણિક રાજા, પ્રજા, સંઘ તરફ મારે પૂર્ણ પ્રેમ અને લાગણી છે. અપ્રામાણિક રાજાઓ કે પ્રજાઓની જીતમાં તેઓની વંશપરંપરાનો નાશ રહે છે. તેને તેઓ દેખી શકતા નથી. ખાવાને માટે એક રેટ, પીવાને માટે લેટો પાણી અને રહેવાને માટે નદીકાંઠે કે પર્વત પર એક ઝુંપડું મળે તો પણ તમે પ્રામાણિકતાથી ચલાયમાન થતા નહીં, કારણ કે તમારી એવી જિંદગીમાં, તમારા ભજનમાં મારે ય પરિણામે વાસ છે, અને તે વખતે તમારા આત્મામાં વીર પ્રભુત્વ પ્રગટ થાય છે. લાંચ, જૂઠી સાક્ષી, થાપણું એળવવી, કેઈની લમી લઈને ફરી જવું ઇત્યાદિ અનીતિઓના માર્ગોમાં અપ્રામાણિકતા વસી છે. અપ્રામાણિક્તારૂપ મોહશયતાનના સંગીઓને શુદ્ધાત્માની પ્રાપ્તિ થવાની નથી. શુદ્ધાત્મારૂપ હું વીર પરમાત્મા છું. તેને વિશ્વાસ ધારણ કરીને, ભવ્ય મનુષ્ય
For Private And Personal Use Only