________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
અધ્યાત્મ મહાવીર
તેમના આત્માઓને નાશ કરવા તે ચંડાલ, જલ્લાદ બને છે. અપ્રામાણિકપણામાં જેટલી જાતનાં પાપ વસે છે તેટલાં અન્યમાં વસતાં નથી. અપ્રામાણિક મનુષ્ય જાતિથી અને કર્મથી અનાર્ય છે. પ્રામાણિક મનુષ્ય આર્ય બને છે. અપ્રામાણિક મનુષ્ય મહા ભયંકર છે. તે કઈ વખતે શું કરશે તે કહી શકાય નહીં અને તેની પ્રતિજ્ઞાઓ પર વિશ્વાસ મૂકી શકાય નહીં.
“મારો વીરાત્મા ભક્ત અપ્રામાણિક બનતો નથી, પણ અવીયંત્મા, નપુંસક-ગુલામ–મહી આત્મા અપ્રામાણિક બને છે. માટે મારા ભક્તોએ પ્રામાણિક બનવું અને અપ્રામાણિક મનુષ્યને શાસન કરવું. દેશ, સમાજ, સંઘ, રાજય, ધર્મમાંથી અપ્રામાણિક્તાને નાશ કરવા ઉપદેશાદિક સમ્પ્રવૃત્તિ સેવવી.
અપ્રામાણિક મનુષ્યની ભક્તિમાં પણ અપ્રામાણિકતા હોય છે. પ્રામાણિક મનુષ્ય જે જે કરે છે, બેલે છે અને વિચારે છે, તે મારી પૂજા, સેવા, ધ્યાનરૂપ છે. પ્રામાણિક મનુના હૃદયમાં મારું વીરપણું પ્રકાશમાન પ્રગટ વતે છે. તેથી તેઓની સેવા કરનારાઓ વસ્તુતઃ મારી સેવા-પૂજા કરે છે. અપ્રામાણિક્તાને દૂર કરવાથી આત્માની શુદ્ધિ થાય છે. આત્માની પ્રામાણિકતામાં મરવાથી મારી પ્રાપ્તિ થાય છે, માટે મારા ભક્તોએ સર્વ પ્રકારના વિચારમાં, આચારમાં, કાર્યોમાં તથા લેવડદેવડના વ્યવહારમાં પ્રામાણિકતા રાખવી. મનુષ્યએ અપ્રામાણિકપણાને દૂર કરવા સર્વ પ્રકારના પ્રયત્નો કરીને મારે શરણે આવવું અને તેની પ્રાપ્તિને મારી પ્રાપ્તિ માની વર્તવું.
સંસારનાં અનિત્ય ક્ષણિક સુખની લાલચથી, હે મનુષ્ય ! તમે અપ્રામાણિક ન બનો. વિશ્વવત સર્વ મનુષ્યો ! તમે પાપથી ડરો, મારા બોધથી ચેતો અને હજારે લાલને પગ તળે જીંદી નાખી પ્રામાણિક રહો. અપ્રામાણિકપણાથી લાંબાકાળ સુધી રાજ્ય ચાલતાં નથી, વ્યાપાર ચાલતા નથી અને અંતે વિશ્વમાં અંધા
For Private And Personal Use Only