________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર્શ ગૃહસ્થ જીવન
નીચ યોનિઓમાં અવતાર ગ્રહણ કરે છે. અપ્રામાણિક મનુષ્યન વિચારે પર અને પ્રવૃત્તિઓ પર વિશ્વાસ રાખવાથી મરણાદિ. મહાદુઃખ પ્રાપ્ત થાય છે. જે બેલીને ફરી જાય છે વા પ્રતિજ્ઞા પ્રમાણે વર્તતા નથી, તે વિશ્વાસઘાતક બને છે. અપ્રામાણિક મનુષ્યનું જીવન નરકરૂપ છે અને તેની મીઠી વાણીમાં અનેક જાતનાં વિષ ભરેલાં હોય છે. અપ્રામાણિકતાનો ત્યાગ કરે અને સર્વ જાતના વ્યવહારમાં પ્રામાણિક બનો. પ્રામાણિકતા પ્રાપ્ત કર્યા વિના તમે. પ્રેમી ભક્ત બની શકવાના નથી. જેને પિતાના આત્માના પર વિશ્વાસ નથી તે અન્યને વિશ્વાસ કે પ્રેમ મેળવી શકતો નથી. મારી નજીકમાં આવવા માટે પ્રામાણિક્તાને આત્મારૂપ માનીને તે પ્રમાણે મનુષ્યએ વર્તવું જોઈએ. જે પ્રામાણિક છે તે ભક્ત છે અને તે પરમાત્મપદને આત્મામાં પ્રગટાવી શકે છે.
પ્રામાણિક મનુષ્ય પર હું સદાકાલ પ્રસન્ન છું અને એમનો ઉદ્ધાર કરું છું. અપ્રામાણિક મનુષ્ય પ્રામાણિકતા લાવવા પશ્ચાત્તાપૂર્વક પ્રવૃત્તિ કરે છે તે તેઓના આત્માઓમાં મારું વીરસ્વરૂપ ઉપશમ, ક્ષપશમ અને ક્ષાયિક ભાવે પ્રગટ થાય છે.
“લેવડદેવડ આદિ સર્વ વ્યવહારોમાં પ્રામાણિકપણે વર્તે. સૂર્ય, ચન્દ્ર, સાગર, પૃથ્વી વગેરે પ્રામાણિકપણે ગતિ કરે છે. તે તરફ લક્ષ રાખીને પ્રામાણિક બનો. પ્રામાણિક મનુષ્યો મારો પ્રેમ, પ્રાપ્ત કરે છે. તેથી તેઓ સંસાર વ્યવહારમાં વર્તતા હોવા છતાં પણ આત્મશુદ્ધિ કરે છે.
બ્રાહ્ય ઋદ્ધિથી ઈન્દ્ર સમાન બનનારાઓ પણ પ્રામાણિક્તા વિના સત્ય સુખ કદી પ્રાપ્ત કરી શક્તા નથી. અપ્રામાણિક મનુષ્ય અનેક પ્રકારનાં અશુભ કર્મ ગ્રહણ કરે છે અને તદનુસાર દુઃખ. ભોગવે છે. અન્યને છેતરવા માટે જેઓ અપ્રામાણિક બને છે તેઓ પ્રથમ તે પોતાના આત્માને છેતરે છે. તેથી તેઓ પ્રથમ આત્મઘાતક બને છે. તેમના પર જેઓ વિશ્વાસ મૂકે છે.
For Private And Personal Use Only