________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४
અધ્યાત્મ મહાવીર
પદને પ્રાપ્ત કરે છે. મારામાં જેની અચળ શ્રદ્ધા છે અને જે મારામાં મસ્ત બની ગયા છે, એવા મારા મસ્ત ભક્તોને ઉપયેગી જે કંઈ આપવામાં આવે છે તેના ફળને પાર નથી.
મારા ધર્મને ઉપદેશ આપનાર અને મારા ધર્મની પ્રવૃત્તિ કરનારાઓને જે કંઈ આપવામાં આવે છે તેથી તેઓને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. અષભાદિ તીર્થકરોએ પ્રથમ દાનધર્મની મહત્તા જણાવી છે. જેટલા તીર્થકરે થાય છે તેટલા ત્યાગમાર્ગ પૂર્વે દાન આપે છે. દાન વિનાનો કઈ ધર્મ નથી. દાન દેવું એ જ ભક્તિ, તપ અને કર્મ તથા જ્ઞાન છે, ભૂખ્યાને ખાવા આપો, તૃષાતુરને જલ આપ, વસ્ત્રના ખપવાળાને વસ્ત્ર આપે, ઔષધના. ખપવાળાને ઔષધ આપે. તમારી પાસે જે કંઈ હોય તેમાંથી બીજાઓને આપે. અજ્ઞાનીઓને જ્ઞાનનું દાન આપે. અધમીઓને ધર્મનું જ્ઞાન આપે. અશક્તોને શક્તિ આપો. અભક્તોને ભક્તિનું દાન આપો. અશુદ્ધ પ્રેમીઓને શુદ્ધ પ્રેમનું દાન આપે. સંકુચિત દષ્ટિવાળાઓને વિશાલ દષ્ટિનું જ્ઞાન આપો. તમારી પાસે જે કંઈ હોય તેમાં સર્વનો ભાગ છે. તમે જે આપશે તે તમારા ભાવ પ્રમાણે વિશેષ પામી શકશે. તમારી પાસે ધન વગેરે જે કંઈ હોય તે એકલા તમારા માટે નથી, તેમાં બીજાઓને ભાગ છે. માટે મમતા રાખી દાનધર્મ કરવામાં કંજૂસ થતા નહીં.
સાધુઓને, આચાર્યોને ભેજનાદિ દાન આપો. દાની ભક્તો મારા હૃદયમાં પ્રવેશ કરી શકે છે, અને તેઓ મોક્ષપદને પ્રાપ્ત કરી શકે છે. તમારી પાસે જે કઈ માગવા આવે છે તે તમને ધર્મ આપવા આવે છે એમ નક્કી સમજે. તમો પ્રથમ આપતાં શીખે અને પછીથી લેતાં શીખો. મનુષ્ય ! તમારી ઉન્નતિ માટે જ્ઞાનાલ, વિશાલ, ગુરૂકુલે, દાનશાલાએ, ઔષધશાલાઓમાં સર્વસ્વ અર્પણ કરે.
મારા પ્રિય ભક્તોએ વાપી, તળાવ, નહેર, નદીઓ, કેડે.
For Private And Personal Use Only