________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
કાર્યોની સેવા કરવી તે શુદ્ર ધર્મ છે. બ્રાહ્મણાદિ ધર્મો મુખ્યતાઓ તે તે લોકોની પ્રકૃતિ અનુસાર મેં ઉપદેશ્યા છે. આત્મધર્મ તરીકે જૈન ધર્મ છે. મનને જીતવાને માટે મેં જે વિચારે દર્શાવ્યા છે તે પ્રમાણે મારા સર્વ ભક્તોએ વર્તવું.
‘દ્વીપ, દ્વીપાંતર દેશની સાથે મારા ભક્તોએ વ્યાપાર કરો. મારા ભક્તોએ પરતંત્ર, ગુલામ બનવું નહીં અને અન્યદેશીઓને ગુલામ બનાવવા નહીં. મારા ભક્તોએ દેશની, જન્મભૂમિની રક્ષામાં પરિપૂર્ણ આત્મભેગ આપવો અને દેશની દુર્દશા થવા દેવી નહીં. સર્વ જાતિઓએ વ્યાપારાદિકના જીવનસૂત્રનો નાશ ન થવા દે.
મારા ભક્ત સભ્ય મનુષ્યએ સંઘની સર્વ શક્તિઓની અભિવૃદ્ધિ કરવી અને ચાતુર્વણ સંઘના કાયદાઓને માન આપી વર્તવું. મારા ભક્તોએ દુષ્ટોને શાસન કરવું જોઈએ. અતિદયા, કે જે ગૃહસ્થના અધિકારની બહાર છે, તેને ત્યાગ કરવો. તે જ રીતે ગૃહસ્થના ધર્મમાર્ગની બહારની નિર્દયતાનો ત્યાગ કરે. દયાથી વિશ્વનું પાલન થાય છે અને નિર્દયતાથી દેશ, કેમ, સંઘને અને ધર્મને નાશ થાય છે.
મારા ભક્તોએ અન્ય ધમ પ્રજાઓને સંતાપવી નહીં તેમ જ તેમના કરતાં શક્તિઓની વૃદ્ધિમાં કદી પાછા પડવું નહીં. અધમી દુષ્ટ લોકોનું જોર વધવા દેવું નહીં. તેને કબજામાં રાખવા અને કદી મોહ વગેરે પ્રમાદેને વશ થવું નહીં. મારી સર્વ ભક્ત પ્રજાએ પ્રજાસંઘ અને સ્વતંત્રતાના કાયદાઓનું રક્ષણ કરવું. રાજા પ્રજા પર અન્યાય કરે એવી સ્થિતિમાં તેને મૂ નહીં. સભ્ય મનુષ્યએ આદર્શ જીવન ગાળવું.
For Private And Personal Use Only