________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર'
હર અને હરિ છે. આપ આત્મસ્વભાવમાં રમે છે માટે રામ છે. આપ પરમ પુરુષોત્તમ છે. પાંચમા આરામાં આપના નામસ્મરણથી. અનેક મનુષ્યની મુક્તિ થવાની છે. આપના ધ્યાન અને સ્મરણથી મહાપાપીઓનો ઉદ્ધાર થાય છે અને થશે. આપ નિત્ય અનંતશક્તિના ધામ છે. વેદત્રયી આપની જ સ્તુતિ કરે છે અને આપને જ નમસ્કાર કરે છે. આપની વાણુના ઉપદેશમાં અનંત વેદ સમાઈ ગયા છે. જે પ્રાચીન પુસ્તકોમાં હતું અને છે, તેનો સર્વ સાર આપના જ્ઞાન વડે ઉપદેશમાં સમાયેલે પ્રતીત થાય છે.
પાકી કેરીને ઘેળીને રસ કાઢયા બાદ પછીથી છેતરામાં કંઈ રહેતું નથી, તેમ આજ સુધી જે પ્રાચીન શાસ્ત્રો ચાલતાં આવ્યાં છે અને જેમાં અસત્યનું મિશ્રણ થયેલું છે, તેમને સર્વ સાર ભાગ આપના ઉપદેશમાં આવી ગયું છે. સર્વ વેદનું પરમ સત્ય આપના જ્ઞાનમાં છે. હવે આપના નામથી ધર્મ પ્રવર્તાવાના. છે. આપ પરમ સત્યધર્મના ઉદ્ધારક છે એવો મહર્ષિઓને, સંતને, સાધુઓને, ત્યાગીઓને નિશ્ચય થયે છે.
પાર્શ્વનાથ પ્રભુની પછી અઢી વર્ષે આપને જન્મ થયો છે. આપની આજ્ઞામાં સર્વ ધર્મો સમાઈ જાય છે. આપ પ્રભુને અનંત, અપાર મહિમા છે. આપ સર્વ કલાએ પૂર્ણ પ્રભુ છે. આપ જિનેશ્વર, અહં ત્, વીતરાગ દેવ છે. આપને પ્રવર્તાવેલ ધર્મ પંચમ આરામાં સર્વ જીવેને મુક્તિપ્રત થવાનું છે અને તેમાં સર્વ વેદ-વેદાંતનો સમાવેશ થઈ જવાને છે. તેથી અન્ય પ્રાચીન પુસ્તકે, કે જે એક દિશા દેખાડે છે, તેઓની માન્યતામાં કદાગ્રહી બનવાની જરૂર જણાતી નથી. આપના ઉપદેશ પ્રમાણે જે સત્ય છે તે માનવામાં હરકત નથી. હે પ્રભો ! આપની વાણું. વડે સત્યતત્ત્વ ધર્મરૂપ વેદ પ્રકાશિત થાય છે, તો હવે અન્યની આવશ્યકતા નથી.”
વીરપ્રભુએ કહ્યું : “જન્મજયંતી પ્રસંગે પધારેલા સભ્ય
For Private And Personal Use Only