________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે દ્રષ્ટા બને છે. તેઓ વિશ્વમાં દેવ છે. તેઓની ભક્તિ કરવી જોઈએ. મહર્ષિએ ! મારી વાણી એ જ વેદ છે. તે પ્રમાણે પ્રવર્તી અને આત્માને પરમાત્મા બનાવે.
“મહર્ષિઓ! સર્વ વિશ્વનો ઉદ્ધારનાર મારે આત્મા છે. હિમાલયેર દેશે અને તે તરફ આવેલા ક્ષીરસમુદ્રવર્તી ક્ષીરદ્વિીપ તરફ તમે વિચારીને મારા ઉપદેશને ફેલાવો. પશ્ચિમ, પૂર્વ, દક્ષિણના સર્વ દેશમાં જૈનધર્મ, કે જે મારા આત્મારૂપ છે, તેને પ્રચાર કરો. સર્વ દેશના મનુષ્યને ઉદ્ધાર કરવા મારો અવતાર છે. સર્વ દેશના મનુષ્યનું મારા આશ્રયથી એકસરખી રીતે કલ્યાણ થવાનું છે.
મહર્ષિએ ! તમે આત્મધ્યાનરૂપ સમાધિમાં મસ્ત બને. -તમારા હૃદયમાં સ્મરણ થતાંની વાર તમારા હૃદયમાં હું યેયરૂપ પરિણમીને તમારી શુદ્ધિ કરનાર છું.
મહર્ષિઓયજ્ઞમાં જીવતાં પશુઓના બલિદાન દેવાના દુષ્ટ રિવાજનો નાશ કરે. પશુના હોમથી આત્માને ઉદ્ધાર થયે નથી, થતું નથી અને થશે નહીં. કામવિષયરૂપ પશુનું આત્માગ્નિમાં બલિદાન આપે. કામરૂપ પશુને છતી તેના સ્વામી-પશુપતિ બને, પરંતુ કામરૂપ પશુ તમારા પર જય મેળવે નહીં એમ વર્તે. મનને વશ કરવાથી મહર્ષિ બની શકાય છે. મનની શુભ વિચારણુ એ સ્વર્ગ છે અને અશુભ વિચારણા તે નરક છે. -જેઓ મારામાં મન ધારણ કરીને કર્તવ્ય કર્મો કરે છે તેઓ ગૃહસ્થ મહર્ષિએ છે, તેઓ ત્યાગીએ છે. મહર્ષિએ મારી અકળ કળાને ધ્યાનમાં અનુભવ કરી શકે છે. મહર્ષિએ ! મારા ઉપદેશ પ્રમાણે તમે વિશ્વના મનુષ્યને આત્મસુખ, કે જે નિત્ય છે, તે જણાવો.”
મહર્ષિઓએ કહ્યું: “વર્ધમાન પ્રત્યે ! વીર પ્રભો ! આપને પૂર્ણ પ્રેમથી વંદન, નમન હો ! આપ પરમાત્મા, પરમેશ્વર, નિરંજન નિરાકાર, સાકાર, પરબ્રહ્મ છે. આપ સર્વ જીવોનાં પાપો હરવાથી
For Private And Personal Use Only