________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
અને અસત્ય આચારની રૂઢિઓનું જેર તેડી નાખી મારા અનુયાયી જૈનો બને.
કાયાની પવિત્રતા માટે સ્નાનની જરૂર છે. તેના કરતાં આત્માની પવિત્રતા માટે અનંતગણ સત્યની મહત્તા સમજે.
આત્માની શુદ્ધતા માટે, મનની શુદ્ધતા માટે જે કંઈ કરવું તે ધર્મ છે. તેથી અર્થ વિનાની, નકામી અને ભાવનાહીન થઈ પડેલી રૂઢિઓના દાસ ન બને. સત્ય વડે જય કરે. મારા કથન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે. અમુક આચાર અને અમુક વિચારમાં જ એકાંતે ધર્મ વા મુક્તિ છે અને અન્યમાં નથી— એમ એકાંત આગ્રહી બની અન્ય સત્ય વિચારેને અને કર્મોને ધિક્કારો નહીં. સહુમાં મને દેખે, અને તમને ચગ્ય લાગે તેમ, સ્વતંત્રપણે પ્રવર્તે, પરંતુ રૂઢિના પ્રવાહમાં પડેલી મલિનતાને આગ્રહી બન નહીં.
તમને જે ઉપદેશ આપું છું તેની બહાર કેઈ ધર્મ રહ્યો નથી. મારા ઉપદેશમાં સર્વ ધર્મોનો સમાવેશ થાય છે. માટે એવા જયશીલ વિચારોને, આચારને, પ્રવૃત્તિઓને જૈનધર્મ સમજી તે પ્રમાણે પ્રવૃત્તિ કરે. મારા વિચારો એ મારું રૂપ છે. તે રૂપની. સેવા કરવી અને તે પ્રમાણે વર્તવું એ મારી સેવાભક્તિ છે અને મનમાં તેવી ભાવના પ્રગટાવવી તે મારું ભજન છે. મારું પૂર્ણ પ્રેમથી જે ભજન કરે છે તેના આત્માની શુદ્ધિ થાય છે. તેના હદયમાં જે સત્ય પ્રગટે છે તે મારું સત્ય છે. તેવા આત્માઓ વર્તમાનમાં હોય કે ભવિષ્યમાં થાય તો તેઓને મારા ભક્ત જાણવા.
“મહર્ષિએ ! તમે વેષ કે આચારના વિચારમાં બંધાઈન જાઓ અને આત્માને ખીલવો. આત્મામાં સર્વ શક્તિઓ છે. આત્મામાં દેખે. આત્મામાં રમે. આત્મામાં સુખ છે એવી. દષ્ટિએ જે કઈ જે કાળે, જે ક્ષેત્રે, જે ભાવે મારું સ્વરૂપ વિચારે છે તે જૈનધમી મહર્ષિઓ છે. તેઓ સત્ય આત્મારૂપ વીરના
For Private And Personal Use Only