________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
નહીં; કોઈના પ્રાણ લેવા નહીં. પિતાના પ્રાણ સમાન અન્ય જીવોના પ્રાણ સમજે. મારી શ્રદ્ધા ધારણ કરી દયા પાળે.
“મનુષ્યો ! તમે વિશ્વના જીવને આત્મસમાન ચાહે, વિશ્વના જીનાં અશ્રુઓ છે. તેમાં તમારે ઉદ્ધાર છે, એમ નકકી માનશે. હે માનવ ! તમે અહિંસાના માર્ગ પર આવે, એટલે તમે મારું સ્વરૂપ જોવા સમર્થ બનશે. તમારા ઘરમાં દયાને પ્રકાશ કરે. તમારા કુટુંબમાં દયાને પ્રચાર કરે. તમારા દેશમાં અને કેમમાં દયાને પ્રચાર કરે. અસુરે હિંસાયજ્ઞ કરે છે, તે સુરો અહિંસાયજ્ઞ કરે છે. આત્માના જ્ઞાનરૂપી અગ્નિને પ્રગટા અને તેમાં દુષ્ટ વૃત્તિઓ અને દુષ્ટ પ્રવૃત્તિઓ રૂપ અસુરને હામી દો. એમ કરીને તમે વિશ્વમાં સ્વતંત્ર બને.
મનુષ્યો ! તમારી મન, વાણી, કાયાની શક્તિઓને નાશ કરો તે હિંસા છે અને મન, વાણ, કાયાની શક્તિઓનું રક્ષણ કરવું તે અહિંસા છે. તમે આત્મરૂપ વીરમાં ઊંડા ઊતરી જાઓ, એટલે તમે સત્ય વીર-પ્રકાશ, જે અનાદિ-અનંત છે, તેને પ્રાપ્ત કરી મારી પેઠે સત્ય જાણી શકશે અને ત્રણે કાળનું સત્ય બેલી શકશે. તેમ કરવાથી તમે આત્મવીરના અહિંસક બની, વિશ્વના અહિંસક બની શકશે. મારા પર શ્રદ્ધાભક્તિ ધારણ કરવાથી તમે પરમ દયાળુ બની શકશે. તેમાં તર્ક કે વિતર્ક કે શંકાની જરૂર રહેવાની નથી.
‘તમે પૂર્ણ શુદ્ધ પ્રેમી બને. મારા પૂર્ણ પ્રેમીઓ પોતે જ વીર બને છે. મનુષ્ય ! શક્તિ પ્રગટાવો. તેથી તમારા માનવબંધુઓનું રક્ષણ કરી શકશે. મારા ભક્તો ! તમે સમજો. મારું લાંછન સિંહનું છે, માટે પાંચમા આરામાં મારા ભક્તોએ સિંહની પેઠે શૂરા બનીને અહિંસા પાળવી પડશે. નિવય મનુષ્ય મારા વીરસ્વરૂપને પામી શક્તા નથી. તેઓ પોતાની હિંસા કરે છે, તે પછી અન્યની રક્ષારૂપ અહિંસા કરવા સમર્થ કયાંથી થઈ શકવાના હતા ?
For Private And Personal Use Only