________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર મને દેખે છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
મારા ભક્તોએ ગરીબ જનને, ભૂખ્યાઓને ખાવા આપવું. સાધુ, ત્યાગીઓને અન્ન, વસ્ત્રદાન આપવું. તેથી તેઓ અહિંસાધર્મ દ્વારા મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
મારા ભક્તોએ અન્ય જીવોને પ્રતિકૂળ હોય તેવું ન કરવું અને મનમાં પ્રતિકૂળ ચિંતવવું નહીં.
મારા ભક્તોએ દિન, ગરીબોની વહારે ચઢવું. મારા. ભક્તોએ કન્યાઓનું, સ્ત્રીઓનું, બાળકોનું રક્ષણ કરવું; તેમનો વધ કરે નહીં.
- હિંસા કરવાથી પાપ થાય છે અને સર્વ જીવોનું રક્ષણ કરવાથી પુણ્યબંધ થાય છે. કેઈપણ મનુષ્યના આત્માની હેલના કરવાથી પાપ થાય છે (તે હિંસા છે) અને તેના ગુણનો રાગ કરવાથી પુણ્યબંધ થાય છે તથા તેનાથી નિર્જરા થાય છે. મનુષ્ય. કેઈના પ્રાણને નાશ કરવાને સત્તાવાનું નથી, કારણ કે કોઈને તે જીવ આપવા સમર્થ નથી. રોગીઓના રોગનો નાશ કરવા નીરંગાલયે સ્થાપવાં તે દયા છે. દુઃખીઓને દુઃખમાંથી બચાવી. લેવા માટે જે વિચાર કરવા યા પ્રવૃત્તિ કરવી તે દયા છે. અહિંસાની પ્રાપ્તિની ઇછા કરનારાઓએ પોતાના હૃદયમાંથી નિર્દયતાને દૂર હાંકી મૂકવી જોઈએ, દયાના વિચારથી મનને ભરી દેવું જોઈએ અને દયાનાં કાર્યોમાં ભાગ લેવે જોઈએ.
આકાશમાં ઉડનારા પંખીઓ તેમ જ પશુઓ વગેરેનું ન્યાય દષ્ટિએ તથા સ્વાધિકારે રક્ષણ કરવા પ્રયત્ન કરે. જે તમે મનુષ્ય પશુઓ અને પંખીઓની દયા માટે પ્રવૃત્તિ નહીં કરો અને મારી દયા માટે પ્રાર્થના કરશે, તે તે અન્યાય ગણાશે તમે બીજાએ તરફ દયા કરી બતાવશે તે તમે મારી–પરમાત્માની કૃપા માટે પાત્ર બનશે.
For Private And Personal Use Only