________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
અહિંસા છે. અસુર અર્થાત્ દુષ્ટ પાપી વિચારને અને પાપી આચારોને નાશ કરે તે અહિંસા છે. જે ઉપાયોથી હિંસા થતી અટકે એવા સપાની મન, વચન અને કાયા વડે જે પ્રવૃત્તિ થાય છે તે અહિંસા છે, એમ જ્ઞાની ભક્તોએ સમજવું. મારા ભક્ત એવા પુરુષો અને સ્ત્રીઓએ મારા વિચારો અને આચારનું પાલન કરવું અને તેમનું અધર્મીઓથી રક્ષણ કરવું. તે ધર્મ વિચારોને વિશ્વમાં પ્રચાર કરવા જે જે કર્મ કરવાં તે સર્વે અહિંસા છે એમ સમજવું.
મારું સ્મરણ, પૂજન, ધ્યાન વગેરે કરનાર સાધુઓની અને સાધ્વીઓની આપત્તિકાળમાં રક્ષા કરવી અને તેઓની ભક્તિ કરવી તે અહિંસા છે.
મારા ભક્ત બ્રાહ્મણે અને બ્રાહ્મણીઓને અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન વગેરે આપવું અને તેઓનાં આજીવિકાદિ સાધનામાં સહાય કરવી તે અહિંસા છે.
મારા સર્વ જાતના પ્રેમી ભક્તો વિરુદ્ધ ચિંતવવું, બોલવું વા પ્રવર્તાવું તે મહા હિંસા છે. મારા ભક્તોનું શુભ ચિંતવવું, ચિંતવાવવું અને તેવી કેઈ ચગ્ય પ્રવૃત્તિ કરવી તે અહિંસા છે. શુદ્ધ બ્રહ્મરૂપ જૈનધર્મની અથવા શુદ્ધાત્મસાધક જિનોની વિરુદ્ધ જે કંઈ પ્રવૃત્તિ કરવી તે હિંસા છે. મારા ભક્તોને મદદકાલે મદદ ન કરવી તે હિંસા છે.
મારા ભક્તોએ મત, પંથ, કિયાદિ ભેદે ભેદ પાડીને પરસ્પરને ધિક્કાર કરવો ન જોઈએ. મારા ભક્તો ગમે તે રીતે, ગમે તે ભાવે મને પૂજે, માને, આરાધે, તેમાં બાહ્યભેદ પડે; છતાં અંતરમાં તેઓએ ભેદ ન રાખ. જે તેઓ ભેદભાવ ધારણ કરીને પરસ્પર લડે અને પરસ્પરના દ્વેષી બને તે તે મહાહિંસક છે. જેઓ પશ્ચાત્તાપ કરીને પોતાની ભૂલ સુધારે છે અને મારા ભક્તોમાં
For Private And Personal Use Only