________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર ધોનું રક્ષણ કરવું તે અહિંસા છે. તેથી વ્યાપાર, કૃષિકર્મ વગેરેથી દેશમાં, કોમમાં આજીવિકાવ્યવહારનું સુખ પ્રાપ્ત થાય છે અને તેઓનું રક્ષણ નહીં કરવાથી હિંસા અને અધર્મની વૃદ્ધિ થાય છે.
શુદ્ર અર્થાત્ સેવકવર્ગનું રક્ષણ કરવાથી સેવાધર્મના માર્ગોનું રક્ષણ થાય છે અને તેથી સેવાધર્મ દ્વારા લોકો મારા પદની પ્રાપ્તિ કરે છે. શૂદ્રોને અર્થાત્ સેવકને કદી નીચ ગણવા નહીં. જે દેશમાં સેવકને અર્થાત્ શૂદ્રોને નીચ ગણવામાં આવે છે, તે દેશના બ્રાહ્મણો વગેરે પણ છેવટે ગુલામ અને પરતંત્ર બને છે અને અન્ય પ્રજાઓના બળથી તેઓ કચડાઈ જાય છે.
કેઈપણ મનુષ્યાત્મા તે મારું રૂપ છે. તેને ધિક્કારવાથી હિંસા ઉત્પન્ન થાય છે અને તેથી સમાજની પડતી થાય છે. બ્રાહ્મણનું જ્યાં માન નથી, ત્યાં મારા ધર્મની હાનિ થાય છે. માટે સર્વ જાતિના મનુષ્યએ પરસ્પર રક્ષણમાં આત્મભોગ આપવો એ જ અહિંસા છે. સ્વાધિકાર પ્રાપ્ત થયેલાં કર્તવ્યકર્મોને, અન્ય અધિકાર પ્રાપ્ત થતાં પૂર્વ ત્યાગ કરે તે હિંસા છે. પિતાના આત્માનું, તેના ગુણાનું રક્ષણ કરવું તે અહિંસા છે અને આત્મગુણોને નાશ કરવો તે હિંસા છે.
પિતાની શક્તિઓના બળે અન્યાયથી અન્યને દાબી, પરતંત્ર કરી તેઓની શક્તિઓને ક્ષય કરવો તે હિંસા અને નિર્દયતા છે. દેશ, સમાજ, સંઘ અને ધર્માદિના રક્ષણ માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવથી અને ઉત્સર્ગ–અપવાદથી આત્મશક્તિઓને તથા સમાજ અને રાજ્યની શક્તિઓને વાપરવી તે અહિંસા છે. જેથી દુષ્ટ, પાપી, અધમ અસુરોનું બળ વધે અને તેથી વિશ્વમાં અધર્મ વધે એવું જાણવા છતાં દેશ, કેમ, સમાજ, સંઘ તરફથી તેમને પ્રતીકાર કરવા માટે આત્મભેગ કે આત્મસમર્પણ ન કરવામાં આવે તો તે હિંસા જ છે, અને તેમને પ્રતીકાર કરવામાં આવે તો તે
For Private And Personal Use Only