________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠ
૬
:
અહિંસા :
મારા ભક્તોએ વિશ્વમાં સર્વત્ર અહિંસા અને દયાને પ્રચાર કરે. પ્રમાદથી પ્રાણને નાશ કરે તે હિંસા છે અને અપ્રમત્તતા અર્થાત્ સાવધાનપણે સર્વ કર્તવ્ય કર્મો કરવાં તે અહિંસા છે. અલપ હિંસા અને મહાન ધર્મ જ્યાં થતો હોય ત્યાં સામાજિક દષ્ટિએ મુખ્યતયા અહિંસા છે. ધર્મયુદ્ધાદિ પ્રસંગ વિના કદી. મનુષ્યનો નાશ ન કરવો. સર્વેએ ગાયનું સદાકાળ રક્ષણ કરવું. ગાયના રક્ષણ માટે જેટલા બને તેટલા ઉપાયે લેવામાં જરામાત્ર. પ્રમાદ કરવો નહીં. ગાયે દેશનું, સમાજનું ઉપગી ધન છે. ગુણકર્મથી વિદ્વાન થયેલા બ્રાહ્મણનું અને ત્યાગી મહાત્માઓનું રક્ષણ કરવું અને તે માટે મારા સર્વ જાતના ભક્તોએ તન, મન, ધનથી આહુતિ આપવી. બ્રાહ્મણોનું રક્ષણ કરવાથી દેશમાં વિદ્યાની આબાદી રહે છે. બ્રાહ્મણનું અને ત્યાગીનું રક્ષણ કરવાથી વિશ્વમાં ધર્મને પ્રચાર થાય છે.
“ત્યાગી મહાત્મા અને બ્રાહ્મણ, સ્ત્રી અને ગાય અવધ્ય છે. ગાનું રક્ષણ કરવાથી દૂધ વગેરેથી સમાજની આજીવિકા ચાલે છે. ભેંસે વગેરે દુધાળા પશુઓના રક્ષણ માટે પ્રાણુનો નાશ થતાં. ધર્મની વૃદ્ધિ થાય છે અને હિંસાદિ અધર્મનો નાશ થાય છે.
ધર્મના રક્ષણ માટે જે હિંસા છે તે હિંસા નથી, કારણ કે તેથી અધર્મનો નાશ થાય છે અને દેશમાં, વિશ્વમાં ધર્મનો પ્રચાર થાય છે. અલ્પ દેષ તેમ જ બહુ પુણ્ય અને બહુ નિર્જરારૂપ હવાથી સંસારમાં ધમ મનુષ્ય સર્વ કર્તવ્યકાર્યને ધર્મરૂપ માને છે અને રાજ્યાદિ સર્વ વ્યવસ્થાને સુદઢ બનાવી શકે છે. વિશ્વમાં ક્ષત્રિયેના ગુણકર્મનું રક્ષણ કરવાથી અને ક્ષત્રિની રક્ષા કરવાથી દેશ, કેમ, સંઘ અને ધર્મની રક્ષા થાય છે અને અધર્મનું જોર વધતું નથી તેમ જ પરતંત્રતા, ગુલામી વગેરેની. પ્રાપ્તિ થતી નથી.
For Private And Personal Use Only