________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
પ્રજાને પોતાના આત્મસમાન માનવી અને રાજા–પ્રજા બને એ મળીને રાજ્યકર્મ કરવાં. દુષ્કાળાદિ સમયમાં આપદ્ધર્મને અનુસરીને પણ સર્વ મનુષ્યનું જીવન નભાવવું.
' તમે સર્વે મારા ભક્તો છે. તેથી આજ્ઞા કરવામાં આવે છે કે, વિશ્વસમાજની ઉન્નતિ કરવા માટે તમારે આત્મભોગ આપવામાં કદી ન્યૂનતા ધારણ કરવી નહીં અને કેઈને અન્યાય-ઉપદ્રવ થાય તે સાંખી રહેવું નહીં, પણ યોગ્ય ન્યાય કરવો. દુષ્ટ, રાક્ષસી મનુના પંજામાંથી દાસ લેકને છોડાવવા અને તેઓને સમાન સ્વતંત્રતાનું જીવન સમર્પવું.
“મારા ધર્મરાજ્યમાં સર્વ મનુષ્ય સમાન છે. કેઈના પર જોરજુલમ ન થવું જોઈએ, કેઈની પાસે પરાણે ધર્મ કબૂલ કરાવવાની ફરજ પાડવી નહીં તેમ જ કોઈને અધર્મ કરવાની વતંત્રતા આપવી નહીં. હિંસા, જૂઠ, ચેરી, દ્રોહ, વિશ્વાસઘાત, વ્યભિચાર, અસત્ય વગેરે પાપવિચારો અને પાપકર્મો અધર્મ છે. અધર્મનો નાશ કરવા માટે ઉપદેશ વગેરેની જરૂર છે. મારા ધર્મરાજ્યમાં કેઈમનુષ્યને નીચ માની તેની સંતતિને નીચ તરીકે માનવામાં આવશે નહીં.
દેશ, સમાજ, ધર્મ, સંઘાદિના રક્ષણ માટે દુષ્ટ, અધમ, અસુર લેકની સાથે ધર્મયુદ્ધ પ્રવર્તે, તે મારા સર્વ જાતના ભક્તોએ ધર્મયુદ્ધમાં ભાગ લેવો અને મૃત્યુ આવે તેથી જરા માત્ર પણ ડરવું નહીં. એવી રીતે ધર્મયુદ્ધ કરનારા અને ધર્મનું રક્ષણ કરનારા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો મારા સ્મરણથી યુદ્ધમાં મરી સ્વર્ગ પામે છે, અને તેઓ જીવે છે તે પૃથ્વીમાં સત્તા, વિદ્યા, લક્ષમી વડે ધર્મ વધારી મારા પદને પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણ આદિ સર્વ જાતિના મારા ભક્તોએ મારા ધર્મનું અર્થાત વિશ્વવ્યાપક નિત્ય એવા જૈનધર્મ, કે જે વિચારથી અને સદાચારથી ભરપૂર છે, તેનું મારી પેઠે સેવન કરવું.
For Private And Personal Use Only