________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
કર્તવ્ય કર્મો કરે. જડવસ્તુઓ પર અનાસક્ત રહે અને જડવતુ-- એની પ્રવૃત્તિની બાબતમાં વિવેક રાખો.મહાપાપી દુષ્ટ શત્રુઓના બળને. ક્ષય કરે અને તે માટે ગ્ય શક્તિ પ્રાપ્ત કરી. પંચભૂતને પિતાના કબજામાં રાખે, પરંતુ પંચભૂતથી પિતાના આત્માને ભિન્ન જાણી અલિપ્ત રહે. રાજ્ય, દેશાદિક બળ વડે યુક્ત રહે, રહે, પરંતુ વીર્યહીન ન રહે. વીર્યહીન વિશ્વમાં જીવી શકતો નથી. સભ્યજને અને મહર્ષિઓને ઉપદેશ:
સભ્યજનો અને મહર્ષિઓએ પૂછ્યું: “પ્રભુ મહાવીર ! અમે આપને વંદન-નમન કરીએ છીએ. વિજ્ઞાની આપ સર્વ વિશ્વને પ્રતિબંધ આપવાને માટે સમર્થ છે અને કેવલજ્ઞાની થયા બાદ સંપૂર્ણ રીતે સમર્થ થવાના છે. કૃપા કરીને વ્યાવહારિક ધર્મનું સ્વરૂપ સમજાવશે.”
વીર પ્રભુ બોલ્યા: “સભ્યજનો અને મહર્ષિએ ! દરેક વ્યાવહારિક કર્મના ગર્ભમાં વ્યાવહારિક ધર્મનાં રહસ્ય છે. વ્યાવહારિક ધર્મ વડે નૈઋયિક ધર્મની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થાશ્રમમાં રહીને મનુષ્ય વ્યાવહારિક ધર્મનું પાલન કરી શકે છે. સર્વ જાતની ધર્મકિયાઓને વ્યવહારધર્મમાં સમાવેશ થાય છે. મનુષ્યએ ગુણકર્મના વિભાગથી જાતિપરંપરા માનવી અને દરેક વર્ણને તેના અધિકાર પ્રમાણે માન આપવું. જાતિમાં સ્પર્શાસ્પર્શનો ભેદભાવ ધારણ કરે નહીં. મદિરા, માંસ, વ્યભિચારાદિ પાપ કર્મોને વિશ્વમાંથી હાંકી મૂકવાં અને તે દે સેવનારાઓને પ્રતિબંધ આપી શુદ્ધ કરવા પ્રયત્ન કરે.
“દરેક જાતિને તન, મન, ધનથી સહાય કરવી. સમાજના એક અંગને નિર્બળ થવા દેવું નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શદ્ર પિકી ગમે તે વણને પરસ્પર સહાય આપવા આત્મભેગ આપ અને તેઓની ઉન્નતિ માટે ચગ્ય વ્યવસ્થા કરવી. રાજ્યવ્યવસ્થામાં સર્વને સદા સમાન હક રહેવું જોઈએ. રાજાએ.
For Private And Personal Use Only