________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
અધ્યાત્મ મહાવીર
શ્રદ્ધાભક્તિને વિશેષ માન આપવું. પિતાના પતિ સાથે મગજની, સમતુલા ખેઈને કલેશ કરવો નહીં.
“જૈનધર્મની આરાધનામાં સ્ત્રીવર્ગે ગૃહસ્થના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરવી, પરંતુ ગૃહસ્થાવાસમાં ત્યાગી-ધર્મીઓના જેવા અત્યંત નિવૃત્તિમય વિચારોમાં તથા આચારોમાં પ્રવૃત્ત થવું નહીં. ગૃહસ્થદશા હોય ત્યારે ગૃહસ્થદશા પ્રમાણે કર્મો કરવાં. અન્યથા વર્તવાથી દેશ, સમાજ, સંઘ, રાજ્ય, કુટુંબ વગેરેની અત્યંત હાનિ થાય છે. સ્ત્રીવર્ગે સાધ્વીઓની પાસેથી ધર્મજ્ઞાન પ્રાપ્ત કરવું. ત્યાગદશાની પૂર્ણ ચગ્યતા પ્રાપ્ત કર્યા વિના ત્યાગી એવી સાધ્વી તરીકેનો વેષ તમારે ગ્રહણ કરે ન જોઈએ. સ્ત્રીવર્ગો તમગુણનો ત્યાગ કરે અને વસ્ત્રાલંકારોથી દેહની શોભા કરવાને મેહ ન રાખતાં ગુણકર્મથી દેહાત્માને શોભાવવા પ્રયત્નશીલ થવું.
બ્રહ્મચર્યની હાનિ થાય એવાં કારણથી બાળકોને અને બાલિકાઓને દૂર રાખવાં. સ્ત્રીવર્ગે જૈન બ્રહ્મચારી ગુરુકુલ અને જૈન કન્યા ગુરુકુલ સ્થાપવાં અને સ્થપાવવામાં તન, મન, ધનને. ભેગ આપવો જોઈએ. શુભાશુભ કર્મના ઉદયથી સુખ-દુઃખ થાય છે. માટે કર્મનું સ્વરૂપ બરાબર સમજીને દુઃખમાં અન્ય મનુષ્યને હેતુભૂત કલ્પી લઈ તેમને શત્રુ ન માનવા જોઈએ. આત્માએ કર્મ બાંધ્યાં છે અને આત્મા જ કર્મનો નાશ કરવા સમર્થ બને છે.
સામાજિક કાર્યો કરો. દેશ, કેમ, સમાજ, ધર્મનાં કાર્યોમાં આત્મભેગ આપે. દેહ વડે અનેક પ્રકારનાં સુખ ભોગવવાની મલિન વાસનાઓ પર જય મેળવે અને આત્મસુખ પ્રાપ્ત કરવાનો અનુભવ પ્રાપ્ત કરે. પરમાર્થનાં કાર્યો કરતાં શરીરરૂપ વસ્ત્રને નાશ થતાં. પરભવમાં તેના કરતાં ઉચ્ચ શરીરની પ્રાપ્તિ થાય છે. દેહાધ્યાસ ત્યાગીને આત્મામાં આત્મબુદ્ધિ ધારણ કરે. મારા કથન પ્રમાણે, સ્વાધિકાર એગ્ય પ્રવૃત્તિ કરે.
અ૫ કર્મબંધ અને મહાપુણ્ય તેમ જ મહાનિર્જરા થાય એવાં
For Private And Personal Use Only